________________
આચારાંગસૂત્ર કરેલા વ્રતનિયમને પ્રમાદથી ભગ કરે છે, અથવા તો વિચિત્ર દશાઓ ભગવે છે, કે જે દશા અત્યંત ભયંકર અને દુઃખદ છે. આવું જાણીને મુનિ સાધક પરને પીડા ઉત્પન્ન થાય તેવું કાંઈ પણ કાર્ય ન કરે. આ જ પરિતા (સાચે વિવેક) કહેવાય, અને આવી પરિજ્ઞાથી જ ક્રમપૂર્વક કર્મક્ષય થાય છે.
નોંધ –સુખનું યથાર્થ મૂળ શોધ્યા વિના જેઓ સુખ માટે દોડધામ કરે છે, તેમને સુખની પ્રાપ્તિને બદલે એકાંત દુઃખની ગર્તામાં ગબડવું પડે છે. તાત્પર્ય એ છે કે સાધકમાં જેમજેમ વિવેકશક્તિની જાગૃતિ થાય છે તેમતેમ તે સ્વયં અહિંસક બનતો જાય છે.
[૪] અહો જંબૂ ! જે મમત્વબુદ્ધિને છેડી શકે છે તે જ મમત્વ છેડી શકે છે. અને જેને મમત્વ નથી, તે જ મોક્ષમાર્ગને જાણકાર સાધક સમજ.
નેંધઃ—જ્યાં સુધી મમત્વની વૃત્તિ અંતઃકરણ સાથે જડાયેલી છે, ત્યાં સુધી કેાઈ પણ પદાર્થને જોઈને આસક્તિ થવાની જ. અર્થાત પદાર્થ પિતે કંઈ આસક્તિનો જનક નથી આથી પદાર્થ પ્રત્યે વૈર રાખવું એ કંઈ વિકાસનો માર્ગ નથી, અને પદાર્થોથી દૂર રહેવું એ કંઈ બહુ કપરું કામ પણ નથી. સારાંશ કે પદાર્થ પ્રત્યે કાબૂ લાવવાના પ્રયત્ન સામે જ તે કાર્ય પણ વૃત્તિ પર કાબૂ લાવવા અર્થેજ છે તે દયેય ન ભૂલવું ઘટે.
બાહ્ય પદાર્થોનો ત્યાગ સાધનાની પ્રાથમિક ભૂમિકા માટે ઉપયોગી છે. કારણ કે પ્રથમ તે પરથી ચિત્તવૃત્તિને હટાવવાનો પ્રયોગ કરવો, અને પછી તે ચિત્તવૃત્તિની આંતરિક વાસનાનું રહસ્ય સમજી તે પર વિજય મેળવતા જવું, એ સાધકના વિકાસને સાચે માર્ગ છે.
પરથી હે જંબૂ! હું એમ કહેવા માગું છું કે આ બધું જોઈને બુદ્ધિમાન સાધક લેકસ્વરૂપને જાણીને લકસંજ્ઞાઓ દૂર કરી વિવેકપૂર્વક પિતાના પંથમાં વિચરે.
નોંધ–ઘણા સાધકે વૈરાગ્યપૂર્વક સાધનામાર્ગમાં જોડાય છે, ત્યારે પદાર્થો પર તેને જરાયે આસક્તિ નથી એવો અનુભવ થાય છે. છતાં કઈ પ્રસંગ એ આવી પડે છે કે તેનો કઈ ને કઈ પદાર્થ પર મમત્વભાવ