________________
ષષ્ઠ ઉદ્દેશક
કસંસર્ગ રાખે, પણ મમત્વ છોડવું.
સંગ બંધન નથી, પણ મમત્વ બંધન છે. સંયમી મનુષ્યને પણ ઊંડે ઊંડું મમત્વ હેય છે. મમતા મમત્વબુદ્ધિમાંથી જન્મે છે. માટે તે પર કાબૂ લાવવા પ્રયત્ન કરવો ઘટે.
ગુરુદેવ બોલ્યા– [૧] વહાલા જંબૂ ! પૂર્વોક્ત વસ્તુસ્વરૂપને જાણીને સમાભિમુખ થયેલે સાધક સ્વયે થોડું પણ પાપકર્મ ન કરે અને અન્યારા પણ ન કરાવે.
[૨] જે કઈ (પ્રથમ અધ્યયનમાં વર્ણવેલા) છ કાયના જીવો પિકી એક કાયના આરંભમાં પ્રવર્તતા હોય તે છ કાયને આરંભ કરનાર ગણાય છે.
નોંધઃ—જે છ પ્રકારના છ પૈકીના કોઈ એકને પણ હણવાની બુદ્ધિ રાખે છે, કે હણે છે, તે છએ કાયનો વિઘાતક ગણાય છે. કારણ કે હિંસકવૃત્તિ
એ એવી વસ્તુ છે કે આજે તે નાની હિંસા કરતો હશે તો કાલે મોટી હિંસા પણ કરી નાખશે. અને જે હિંસવૃત્તિ હશે તો તેને લઈને તે સાધક સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય કે અપરિગ્રહની આરાધના પણ નહિ કરી શકે.
[] પિતાના સુખને માટે દોડધામ કરતા બાળજીવો પિતાના - હાથે જ દુઃખ ઉત્પન્ન કરીને મૂઢ બની દુઃખી થાય છે તથા પિતે જાતે