________________
ભિક્ષા કેવી મેળવવી ?
વૃત્તિમાં છે, ભાવનામાં છે. ક્રિયા પછવાડે જે વૃત્તિ હોય તે જ શુભ અશુભ કર્મો ચા તે આત્મવિકાસ કરનાર અને આત્મવિકાસને અવધનાર છે. એટલે કે વૃત્તિ જ ક્રિયાને કિંમત આપે છે. એટલે એ વૃત્તિને–લાલસાને મારીને અનાસક્તભાવે ક્રિયા કરવાનું શાસ્ત્રકારે પહેલા ફરમાવ્યું; પણ કિયાનાં સાધનો અને શક્તિ હોવા છતાં ક્રિયા તરફથી વાસના કાઢી લઈને વિરક્ત ભાવે ક્રિયા કરનાર કોઈ વિરલા–ોગી જ હોઈ શકે. માટે જ ઉત્સર્ગમાગરૂપે વિકાસ પ્રતિ લઈ જવા સારુ ત્યાગમાર્ગની સુંદર ભેજના ફરમાવી. કારણકે ક્રિયા કરતાં કરતાં માણસ ક્રિયાના પરિણામ અને ભાવના તરફ ખેંચાઈ જાય છે, અને એને આસક્તિ વળગે છે. માટે ક્રિયા એવી સ્વીકાર્ય હોવી ઘટે કે જેમાં આસક્તિ ન વળગે અને નિરાસક્ત વૃત્તિ કેળવાતી જાય, વિકાસ ન રંધાય પણ વૃદ્ધિ પામે, અને શુભ ભાવના વધે. અને જે ક્રિયાથી આમ ન બને તે ક્રિયાને ત્યાગ કરનાર તે ત્યાગી. એને આત્મવિકારામાં આડખીલી કરનાર કિયા ત્યાજ્ય હોય. આ રીતે બાકીની શુભ ક્રિયાઓ કરતાં કરતાં ત્યાગી આસક્તિ નષ્ટ કરી જ્યારે અનાસક્ત બને ત્યારે તેનો ત્યાગ ફલિત થયો છે એમ ગણાય. ત્યાગનું સ્થાન સાધનપૂરતું અને સાધનની કિંમત ઉપયોગિતાપૂરતી છે. જે ત્યાગમાંથી અનાસક્તિ જન્મે તેનું નામ ત્યાગ. એ રીતે જોતાં ત્યાગનો કે નિરાસક્તિને ઉદેશ ભિન્ન નથી, પણ એ બન્ને વચ્ચે માત્ર ભૂમિકાભેદ છે. ક્રિયાના ત્યાગથી વૃત્તિના ત્યાગનું કાર્યક્ષેત્ર જેટલું સરલ થઈ શકે છે, તેટલું ક્રિયાઓનાં પ્રત્યક્ષ ખડાં થતાં નિમિત્તો વચ્ચે સરલ થઈ શકતું નથી. એટલે જ ત્યાગ એ જૈનદર્શનમાં રાજમાર્ગ ગણાય છે. આ ઉપરથી ત્યાગ અને ક્રિયાકાંડેનું મહત્વ અને સાધનાની મર્યાદા સર્વ કઈ જિજ્ઞાસુ સમજી લે અને એનાં પરિણામ અને ઉપયોગનો પણ વિચાર કરે. | |૧૯ પરમાર્થ ન સમજવા છતાં પંડિતપણાનું અભિમાન ધરી બકવાદ કરનારા, કેટલાક વેશધારી શ્રમણે કામવિકાર શમાવવાના ઉપદેશક થઈ વર્તે છે, અને જાણે અમે કંઈ અપૂર્વ કાર્ય કરીશું એ ડળ ધારીને ફરે છે, પણ તેમ ન કરતાં ઊલટું તેઓ નાનામોટા છવજંતુને હણનારા, કાપનારા, ફેડનારા, લૂંટનારા, ગૂંટનારા તથા પ્રાણથી રાહત કરનારા બને છે, એ શોચનીય છે.
એવા અજ્ઞાનીઓ જેને ઉપદેશ આપે છે કે સંસર્ગમાં આવે છે તે કર્મથી બંધાય છે ને એ પોતે પણ બંધાય છે, માટે એવા બાળ