________________
પ૯
ભિક્ષા કેવી મેળવવી? નોંધ –આ સૂત્ર ખૂબ ઊંડું વિચારવા જેવું છે. વિષયાસક્તિને રૂઢ થયેલું વલણ જે જાતની અવલોકનબુદ્ધિથી ઘટે છે તેની દિશા અહીં બતાવી છે. માણસ શરીરને દેખે છે, અથવા તો બહારની નાશવંત જડ વસ્તુઓને દેખે છે, અને તેના ઉપર એ આકર્ષાય છે. એને લાગે છે કે પિતાને આકર્ષી શકે એવું કઈ તત્ત્વ આ શરીરમાં ચા તે જડ વસ્તુમાં છે; અને એને શોધવા તથા સ્પર્શવા તે મથે છે. ઉપરનું સૂત્ર કહે છે કે શરીર જેવું બહાર દેખાય છે તેવું જ અંદર છે. એટલું જ નહિ પણ તે અસાર–સારવગરનું છે; અને મને આકર્ષવાર તે એ શરીર નથી, પણ મારી વૃત્તિનું એ શરીરમાં પડેલું એ માત્ર પ્રતિબિંબ છે. આ રીતે પિતાના પ્રતિબિંબને–પડછાયાને–બહારકપીને જ્યારે સ્પર્શવા મથે છે, ત્યારે પોતે તથા પિતાનું પ્રતિબિંબ જે આચનામાં પડે છે તે આયનો, એમ બન્ને વિકૃત થાય છે. એટલે જ કઈ ફિલસૂફે કહ્યું છે કે Beauty is to see not to touch. ૌંદર્ય જોવા માટે છે ભોગવવા માટે નહી.)
[૧૪] અર્થાત કે પંડિત સાધક આ શરીરની અંદર રહેલ દુગંધી પદાર્થો તથા શરીરની અંદરની સ્થિતિઓ– જે હમેશાં શરીરની બહાર મળાદિકને ઝરતી રહે છે તેને જોઈ આ શરીરની યથાર્થતા સમજીને તેનો ઉપયોગ કરે.
નોંધઃ–શરીર કે જડ પદાર્થની આસક્તિને લીધે ભેગો ભગવાય છે, પણ એ ક્ષણિક સુખનાથ જનક એ બાહ્ય પદાર્થો નથી.
[૧૫] આ બધું યથાર્થ જાણીને તેવા બુદ્ધિમાન પુરુષે બાળક જેમ મુખમાંથી પડતી લાળને ચૂસે છે, તેમ લાળ ચૂસનાર (વમેલા ભાગોને ચાહનાર)ન થવું અને સ્વાધ્યાય, ચિંતનાદિ તરફ વિમુખ ન રહેવું.
નોંધ –બાળકના મુખમાંથી જેમ લાળ પડે તેમ ઊગતા સાધકને અનેક ઇચ્છનીય અને અનિચ્છનીય વૃત્તિઓ આવ્યા જ કરે, પણ એ વૃત્તિઓને બાળકની લાળ માફક ચૂસી ન જાય પણ ફેંકી દે. અર્થાત વમવા જેવી બેટી વૃત્તિ જાગે તેને મૂર્ત સ્વરૂપ ન આપતાં, શરીર જેમ બાહ્ય અને આંતરિક અસાર છે તેમ તજજન્ય વૃત્તિને પણ અસર તેમજ મલિન સમજીને તુરત જ વમી નાખે. મનુષ્ય અકાર્યને જ્યારે અકાર્યરૂપે જુએ છે ત્યારે જેવા પછી પણ કર્મને દેશ આપે છે, પણ ખરી રીતે ત્યાં એના સાચા પુરુષાર્થની જ ખામી છે.