________________
ભિક્ષા કેવી મેળવવી ?
૫૭ અહીં કહ્યું છે. આથી જૈનદર્શનમાં વિવેકની પળેપળે આવશ્યક્તા બતાવી છે, એમ ‘સ્પષ્ટ દેખાય છે. સ્વદર્શનનાં શાસ્ત્ર અને પરદશનનાં શાસ્ત્રનું અધ્યયન કરવું, માનસિક ભાવોનું અવલોકન કરવાની શક્તિ મેળવવી, એ પણ મુનિ માટે અતિ આવશ્યક છે, એમ અહીં બતાવ્યું છે.
[૬] વળી, મુનિએ વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સ્થાનક અને આસન વગેરે સંયમનાં સાધન પણ ગહસ્થ પાસેથી નિર્દોષ રીતે ગ્રહણ કરવાં જોઈએ.
નેધ –આ રીતે પ્રથમ આહાર અને પછી બીજે સાધન કે જે સંયમને માટે ઉપયોગી છે તેમની પણ શુદ્ધિ બતાવી બહારના નિમિત્તોથી સાવધાન રહેવા સંયમીને સૂચવ્યું છે.
[૭] વળી મુનિને આહારાદિ જે કંઈ મળે તેમાં પણ તે વિવેકપૂર્વક પરિમિત જ ગ્રહણ કરે.
નેંધ –ગૃહસ્થને બોજો થાય કે તેને ફરીથી તે પદાર્થ ઉત્પન્ન કરવાની તકલીફ લેવી પડે તે રીતે કોઈ પણ પદાર્થ ગ્રહણ ન કરે, તેમ કહી અહીં ભિક્ષુસાધકના નિર્દોષ જીવનનું વર્ણન કર્યું છે.
[4] આત્માર્થી જંબૂ! વળી ત્યાં પણ ભગવાને કહ્યું છે કે મુનિ, “આહારાદિને મને કેવો લાભ મળ્યો છે હું ખરેખર લબ્ધિવાળો છું” એવું અભિમાન ન ધરે અને યાચવા છતાં ન મળે તે ખેદ પણ ન કરે. પદાર્થ મળતાં સંગ્રહ કરી ન રાખે, તેમજ પરિગ્રહની વાંછના પણ ન રાખે. સારાંશ કે પિતાના આત્માને પરિગ્રહવૃત્તિથી હંમેશા દૂર રાખે.
નોંધજૈનદર્શનમાં અભિમાન તથા પરિગ્રહવૃત્તિના ત્યાગ પ્રત્યે કેટલું સૂમ લક્ષ અપાયું છે, તે ઉપરનું સૂત્ર વાંચતાં જણાઈ રહે છે.
[૯] આ માર્ગ આર્યપુરુષોએ બતાવ્યો છે. એમાં પ્રવર્તનાર કુશળ પુરુષ કર્મબંધનથી બંધાતા નથી.
નેંધ –અહંતા અને મમતા મુખ્યત્વે કર્મબંધનનું કારણ છે.
[૧૦] અહે જંબૂ! વિષયવાંછનાથી દૂર રહેવું ઘણું વિકટ કામ છે. વળી જીવિત પણ વધી શકતું નથી. માટે સાધકે સતત