________________
પંચમ ઉદ્દેશક
:
ભિક્ષા કેવી મેળવવી ?
આહારની પણ વૃત્તિ પર અસર થાય છે. તેથી નિર્દોષ વૃત્તિ રાખવા માટે સાધકને ખેરાકની પણ શુદ્ધિઅશુદ્ધિના વિવેક કરવાની ખૂબ આવશ્યકતા છે. અહીં શ્રમણ સાધકે કેવી રીતે ભિક્ષા અને ઉપકરણા [સંયમપાલનનાં સાધના ] મેળવવાં તે સ્પષ્ટ કરે છે.
ગુરુદેવ મેલ્યાઃ
[૧] જમ્મૂ ! લેાકા પેાતાને માટે તથા પેાતાના પુત્ર, પુત્રી, વહુ, નાતજાત, ધાયમાતા, રાજા, દાસ, દાસી, નેાકરચાકર, પરાણા કે સગાંસંબંધીઓ માટે ખાવાપીવા સારું પ્રભાત કે સાયંકાળે જુદાજુદા પ્રકારનાં શસ્ત્રોથી આરંભા કરે છે અને ઘણુંઘણું સંધરી પણ રાખે છે.
નોંધઃ—સંગ્રહમાં ધનાદ્ધિ અને ખાદ્ય પદાર્થોં બન્નેનો સમાવેશ છે. ખાદ્ય પદાર્થોમાં ખરાખ થવાનો—સદોષ થવાનો ભય છે, અને ધનાદિ સંગ્રહ એ પરિગ્રહનું કારણ છે. આથી ઉપર એમ કહ્યું કે જગતના લેાકેા ખાવાપીવા કે ભાગવવા માટે આરંભ અને પરિગ્રહ બન્ને પ્રકારની વૃત્તિઓથી જકડાયેલા રહે છે. ગૃહસ્થાની સંગ્રહવૃત્તિનો મુનિને ચેપ ન લાગે, તેવી જાગૃત અવસ્થા રાખવા માટે ઉપરનું સૂચન છે.