________________
આચારાંગસૂત્ર જીની સબત ન કરવી, એટલું જ નહિ પણ જે તેવાઓની સંગતિ કરતા હોય તેમની પણ સબત કરવી નહિ. જેઓ ગૃહવાસ ત્યાગી શ્રમણ થાય છે તેમને તે આવી રીતે હિંસાથી કાયચિકિત્સા કરવાનો ઉપદેશ કરવા યોગ્ય નથી.
નોંધ ––આ ગાથા સાથે એ વખતના કાળબળને સંબંધ છે પણ તે અત્યારના પ્રસંગે સમયોચિત તે છે જ. પંડિતપણું અને પરમાર્થનું સમજવું એ ભિન્ન વસ્તુ છે. જેણે માત્ર ગોખ્યું કે વાંચ્યું જ નહિ પણ અનુભવ્યું છે તે તેટલો એટલે કે પોતાના અનુભવપૂરત જ ઉપદેશ દેવા યોગ્ય છે, એમ કહી અહીં ઉપદેશકનું અને પુરુષનું લક્ષણ આંક્યું છે. કામવિકારનું શમન અને ચુસ્ત અહિંસા એ બે સંતનાં મુખ્ય લક્ષણ છે. એવા સંતનો જ સત્સંગ કે ઉપદેશ ઉપકારક બની શકે.
ઉપસંહાર * શુદ્ધ વૃત્તિ રાખવી એ શુદ્ધ જીવન જીવવાનું મૂળ છે, અને શુદ્ધ જીવન જ સાચા સુખનું જનક છે.
એમ કહું છું. લકવિજય અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયો.