________________
૬૦
આચારાંગસૂત્ર [૧૬] “આ કીધું અને આ કરશું” એવી ચિંતાવાળો સાધક પુરુષ વ્યાકુળ રહે છે, અતિમાયાવી બને છે. વળી તે એ લોભ પણ કરે છે કે જે લેભદ્વારા તે પિતાના આત્માને જ વૈરી બની દુઓને વધારે છે.
નેધ–સ્વાધ્યાય અને આત્મચિંતન અનાસક્તિનાં જનક છે એમ સમજ સાધક ક્રોધાદિ દો જન્માવતો નથી.
આસક્તિનું વલણ જ ક્રોધ, માન, માયા અને લોભને વધારનારું છે. એટલે જે સાધક પેટ માટે એ દેશે સેવવા પડે છે એમ માને છે તેનું એ અજ્ઞાન છે એ ઉપરના સૂત્રને ભાવ છે. અનુભવ પણ એમ જ કહે છે કે જેને વ્યક્તિત્વનું ભાન છે તે નિર્દોષ શ્રમથી સાધને જરૂર મેળવે છે અને શરીર, મન તથા આત્માને સ્વસ્થ રાખી શકે છે.
[૧૭] હે જંબૂ! એમ પણ કહેવાય છે કે અતિ આસક્તિવાળા પુરુષ આ ક્ષણભંગુર શરીરને પણ જાણે તે અજર અમર હોયની, તેમ તેના માટે હંમેશાં ચિંતાતુર રહ્યા કરે છે. શાણે સાધક એવા પુરુષને દુઃખી જાણીને પોતે તેવા પદાર્થોમાં આસકિત ન રાખે.
નોંધ –શરીર ધર્મનું સાધન છે તેમ જણી તેને સ્વસ્થ અને નિરાબાધ રાખવું એ સાધકનું અનિવાર્ય કર્તવ્ય છે. પરંતુ આસક્તિથી કાંઈ દેહાદિની સ્વસ્થતા રહી શકતી નથી. માટે વ્યામોહ ન રાખતાં શરીર માત્ર એક ઉપયોગી સાધન છે એમ સમજીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
[૧૮] મૂઢ છે કે જે વસ્તુસ્વરૂપના જ્ઞાનથી અજાણ છે તે ઈચ્છા અને શોકનાં અનેક દુઃખ ભોગવે છે. માટે જ હું કામપરિત્યાગ વિષે જે ઉપદેશ આપું છું, તે ધારી રાખો.
નોંધ:–ત્યાગ અને અનાસક્ત ભાવનાઓની સમજણમાં કેટલીયે વખત ખૂબ ગેરસમજ થયેલી દેખાય છે. ઘણું સાધકો એમની વાસ્તવિક્તાને સમજી શક્તા નથી. અહીં એની સ્પષ્ટતા ખૂબ સુંદર છે. ત્યાગની ઉત્પત્તિ અને મર્યાદાને નહિ સમજવાને કારણે લોકો ઘણીવાર ધાર્મિક ઊંડા રહસ્યોથી દૂર રહી જાય છે.
મૂળ વાતમાં તે ક્યાંયે કિયા પિતે એકાંત રીતે નિષેધવાયોગ્ય કે આરાધવાયેગ્ય નથી; કારણ કે મુખ્યત્વે ક્રિયામાં ધર્મ કે અધર્મ નથી, પણ