________________
ભેગેથી દુઃખ શા માટે? - પ૩ [૧૩] પરંતુ મોહથી મૂઢ થયેલા જીવો પોતાના વાસ્તવિક ધર્મને જાણી શક્તા નથી.
[૧૪] આથી અનંતજ્ઞાની તીર્થકર દેવે પ્રથમથી જ કહ્યું છે કે કંચન અને કામિની (પરિગ્રહ અને અબ્રહ્મચર્ય) એ મહામહનાં નિમિત્તભૂત છે. માટે શાણા સાધકે તેવાં નિમિત્તોમાં ગાફલ બનવું નહિ.
નેધ –તેરમું અને ચૌદમું સૂત્ર પદાર્થોનો ત્યાગ વૃત્તિનો સંયમ શા અર્થે છે તે સ્પષ્ટ કરી દે છે. આથી એ સિદ્ધ થયું કે વાસનાને વેગ પ્રદીપ્ત થાય તેવાં નિમિત્તોથી બચવાનો પ્રયત્ન કરવો તે તો આવશ્યક જ છે. પરંતુ તેટલેથી કંઈ પતી જતું નથી. તે વાસનાનાં મૂળને નાબૂદ કરવા માટે પણ સતત માનસિક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એટલે કે સાધકે પ્રતિક્ષણે અપ્રમત્ત રીતે જાગ્રત રહેવું જોઈએ.
[૧૫] એ રીતે કુશળ પુરુષે અપ્રમાદથી મેક્ષ અને પ્રમાદથી થતા મરણને વિચારીને તથા શરીરને ક્ષણભંગુર જાણીને પ્રમાદ દૂર કરે.
[૧૬] ભોગોમાં કંઈ તૃપ્તિ નથી માટે એ કશા કામના નથી. ઓ મુનિ ! કામભોગેચ્છા મહાભયંકર છે એમ વિચાર.
નોંધ –આ પંદરમા અને સોળમા સૂત્રમાં વિષયોના વલણ તરફ વળતા મનને આત્મમગ્ન કરવાનો પ્રયોગ બતાવ્યો છે.
[૧૭] વળી સંયમી મુનિએ કઈ જંતુને પીડા ન આપવી.
નેંધ –આ રીતે ભેગવિરક્તિ અને અહિંસા એ સંચમનાં મુખ્ય અંગે બને છે. ગાઢ આસક્તિથી થતી ક્રિયા એ ભોગ છે, અને આત્મા પગ ચૂકી વૃત્તિને વહેતી મૂકવી એ હિંસા છે. આ તીવ્ર આસક્તિ અને હિંસાના વલણથી દૂર રહેવું એ જ સંયમ.
[૧૮] જેઓ આ સંયમ પાળતાં કશે ખેદ નથી પામતા એવા અપ્રમાદી અને પરાક્રમી મુનિ જ વખણાયેલા છે.
નેધ –અહીં સુધી જે સંચમની વ્યાખ્યા આંકી તે સંચમમાં અખંડ જાગૃત અને પુરુષાર્થી રહેવું એ આદર્શ મુનિની મર્યાદા છે.
[૧૯] એ મુનિ સાધક પિતાનાં સામનિર્વાહનાં સાધને ગૃહસ્થ પાસેથી નિર્દોષ રીતે મેળવે. કદાચ કોઈ આપે ન આપે તે તેના તરફ