________________
ગોથી દુઃખ શા માટે? પ૧ તેમને રક્ષણ કે શરણ આપી શકવા માટે સમર્થ નથી. પોતપોતાનાં સુખદુઃખો સૌ જેને પોતપોતાને જુદાં જુદાં ભેગવવાં પડે છે.
નોંધઃ–અહીં આસક્તિજન્ય પરિણામને અનુલક્ષીને કહ્યું છે.
[૪] આ સંસારમાં કેટલાએક એવો એવી પ્રકૃતિના હોય છે કે જેમને (મૃત્યુના કિનારા સુધી સતત) ભેગની જ વાંચ્છા રહ્યા કરે છે. તેમને થોડીઘણી જે કાંઈ ધનપ્રાપ્તિ કે ભોગપ્રાપ્તિ થઈ છે તે ભોગવવા માટે તેમાં તે મન, વાણી અને કાયાથી ખૂબ આસક્ત થઈ જાય છે.
નોંધ –ભોગની તીવ્ર આસક્તિ પ્રાપ્ત પદાર્થોને સંતોષપૂર્વક ઉપયોગ કરવા દેતી નથી, પણ સંગ્રહવૃત્તિને જ વધુ ને વધુ પોષે છે.
[૫] અને એ ધન ભવિષ્યમાં કામ લાગશે તેમ માની તેનું રક્ષણ કરવા માટે બીજાં ઘણાં સાધને રોકે છે. છતાં તેનું એકઠું કરેલું ધન કેઈ ને કોઈ રીતે નાશ પામે જ છે. કાં તો તે ધન તેના ભાયાત વહેંચી લે છે. અથવા ચાર ચેરી લે છે; કાં તો રાજાઓ જ લૂંટી લે છે અથવા નાશ પામે છે, કિવા અગ્નિથી બળી જાય છે.
નોંધઃ-સંગ્રહવૃત્તિનું પરિણામ પિતાની હાજરી કે ગેરહાજરીમાં કેવું આવે છે, એનું ચિત્ર અહીં રજૂ કર્યું છે.
[૬] એ રીતે કુટુંબાદિકના અર્થે ક્રૂર કર્મ કરીને એકઠું કરેલું ધન પણ આ રીતે પિતાને બદલે પારકાને ત્યાં ચાલ્યું જતાં તેને ખૂબ દુઃખ થાય છે, અને દુઃખના ભારથી મૂઢ થઈને તે વારંવાર વિપર્યાસ પામે છે.
નેંધ –આ સૂત્ર પિતાના ભવિષ્ય માટે કુટુંબનિમિત્તે કે બીજા કોઈ નિમિત્તે પણ સંગ્રહવૃત્તિને પોષવાની સખ્ત મના કરે છે.
[] માટે હે ધીર પુરુષો ! તમારે વિષયની આશા અને લાલસાએથી દૂર રહેવું.