________________
માનત્યાગ અને લેગવિરક્તિ ૪૯ નોંધ –અજ્ઞાનીની શક્તિ સ્વચ્છેદમાં પરિણમે છે, અને વૃત્તિનો સ્વછંદ એ તાત્ત્વિક અસંયમ છે.
[૧૬] વળી કેટલાક એવા પણ અજ્ઞાની જેવો હોય છે કે જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં સંયમમાં સ્થિર રહી શક્તા નથી. તે અજાણ છે અસત્ય ઉપદેશ પામીને કે આપીને અસંયમમાં જ રત રહે છે.
નોંધ –અહીં સંયમના સ્વાંગને લગતી બીના છે. જ્યાં સ્વચ્છેદ હોય ત્યાં સંચમને દંભ હોઈ શકે; સંયમ નહિ!
[૧૭] તત્ત્વ સમજનારને કંઈ આ ઉપદેશ (સતઅસતની સમજાવટ) આપવાની આવશ્યક્તા નથી. (કારણ કે તે સમજુ હોવાથી પોતે સીધે માર્ગે ચાલે છે.)
[૧૮] પરંતુ જે બાળ–અજ્ઞાની હોય છે તે વિષયમાં રક્ત બની વિષયોનું સેવન કરતાં કરતાં અને એમાં ભેગેચ્છા શાંત ન થતાં દુઃખ વધારીને દુઃખોના જ ચક્રમાં ભમે છે એમને સારુ આ ઉપદેશ છે.
નેંધા-આ બે સૂત્રોમાં જિજ્ઞાસુને જ ઉપદેશની આવશ્યક્તા છે એમ સૂત્રકાર બતાવે છે. સ્વચ્છંદીને અપાયેલે ઉપદેશ અનર્થકારી નીવડે છે, અને જિજ્ઞાસુ ઉપદેશકને સ્વયં શોધી લે છે.
ઉપસંહાર અહંકાર અનિષ્ટ તત્વ છે. તે જ પ્રમાણે પામરતા, દીનતા પણ અનિષ્ટ તત્વ જ છે. તે બને થવાનું કારણું ધન પ્રાપ્તિ, ધનહાનિ, ભોગેની પ્રાપ્તિ અને ભગહાનિ વગેરેથી ઊઠતી અશ્રદ્ધાજન્ય માઠી ભાવનાઓ જ છે. માટે ધનપ્રાપ્તિ, સાધનપ્રાપ્તિ તથા ઉચ્ચતાની કે ઉચ્ચ ક્ષેત્રની પ્રાપ્તિ શા માટે, એનું ફળ શું, વગેરે જાણુ બ્રાન્તમાર્ગને છોડી સાચા માગે ચાલવું કે ચાલવા પ્રયત્ન કરવો, એ જ ઉત્તમ છે.
એમ કહું છું. લોકવિજય અધ્યયનનો તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો.