________________
૪૮
આચાસંગસૂત્ર પ્રયત્નોથી મેળવે છે કે કેમ? તે એક પ્રશ્ન છે. અને તેથી જ તેવી અર્થપ્રાપ્તિથી ઇછાની વાસ્તવિક તૃપ્તિ થતી નથી.
[૧૨] આવી એયન પ્રત્તિથી પણ કદાચ તેમની પાસે વિવિધ પ્રકારનાં સંયત્તિ અને સાધને વધુ એકઠાં થઈ જાય તે પૂર્ણ અંતે તેને તેના ભાયાતો જ વહેચી ખાઈ જાય છે; કાં તો એ ચોરી જાય છે, કાં તો રાજા લૂંટી લે છે, કાં તે વ્યાપારમાં ખવાઈ જાય છે, અથવા તો અગ્નિથી બળી જાય છે.
નોંધ:આહ વસ્તુને સંસર્ગ ક્ષણિક છે, કારણું તેને સંબંધ કેવળ શરીર સાથે છે. સાધનરૂપે પદાર્થો મેળવવા એ જુદી વસ્તુ છે અને તેને જ સાધ્ય માની આસક્તિ રાખવી એ જુદી વસ્તુ છે. પદાર્થોની આસક્તિમાં અધમ અને પરિતાપ સિવાય બીજું કશું નથી. પરિણામે પોતે પતન પામે છે અને પદાર્થો પિતાને પંથે પ્રયાણ કરે છે. આ રીતે સાધન અને સાધ્ય બને છેવાય છે.
[૧૩] એમ નિર્થક રીતે પરવસ્તુ માટે એ બાળજીવો ક્રૂર કર્મ કરીને (એ કરેલું ધનાદિ લૂંટાઈ જતા તેવા દુઃખથી ઊલટા જાગૃત થવાને બદલે) વધુ વિપર્યાસ પામે છે.
નોંધઃ એમનું દયેય નશ્વર પદાર્થોને મેળવવાનું ન હોવા છતાં નાશવંતને નિત્ય માની એ પ્રયત્ન કરે છે. નથી તો એ પદાર્થોને મેળવવામાં સુખ, કે નથી એમની પ્રાપ્તિમાં કે ભેગમાં સુખ, એ એ છાને વહેલોમેડે અનુભવ તે થાય જ છે. વળી નાશવંતને નાશ થવો એ એનો સ્વભાવ પણું છે, તેય એમના વિશે એ રડે છે, એ જ જગતની અજ્ઞાનતાનું નવલું આશ્ચર્ય
[૧૪] આ બધું મુનિદેવે વીર પ્રભુએ) અનુભવપૂર્વક જણાવ્યું છે.
[૧૫] આ વાત સ્પષ્ટ હોવા છતાં જેઓ માત્ર સ્વછંદી અને અસંયમી છે તેઓ આ વાત સ્વીકારી શક્તા નથી. કારણ કે, એ અનૌપતરા એટલે કે સંસારને પ્રવાહ તરી શકવાને અસમર્થ હોય છે. માત્ર તેઓ વિષયની લાલચુ વૃત્તિવાળા હાઈ સંસારરૂપી સમુદ્રમાં ગોથાં ખાધા કરે છે. તેઓ નથી આ પાર જઈ શકતા, કે નથી પેલી પાર પહોંચી શકતા.