________________
માનત્યાગ અને ભાગવિરક્તિ
૪૭
શકાય છે. એટલે કાઈ પણ સાધકને માટે ચમનિઅમે વગેરેની ખૂબ આવશ્યક્તા છે. પરંતુ મેહ અને આસક્તિ એવી વસ્તુ છે કે જે સમય આત્માને પણ એક પામર જ્યો ખ઼નાવી મૂકે છે. આથી તે પાતે ઇંદ્રિયાના ગુલામ અની જાય છે અને ચમનિયમ આચરી શકતા નથી. એટલે તેથી શું થવાનું છે?. તે શા માટે જોઈએ ? આ તે એકાંત મૂર્ખતા છે, શરીરને કષ્ટ આપવાથી શું વળે ? આવા વિચારા પાતે સેવે છે અને એના પ્રચાર પણ કરે છે. પરંતુ તેમના આ પ્રલાપ બહુ અંશે સ્વચ્છંદ અને પામરતાથી જ યુક્ત હોવાથી પ્રશ્ન પર તેનો પ્રભાવ પડતા નથી, અને તેથી તે સત્ય કે સૈદ્ધાંતિક વસ્તુ તરીકે નિશ્ચિત કે સ્થાયી રહેતા નથી.
[૭] પરંતુ જે પુરુષા સાચા અને શાશ્વત સુખના સચ્છુક છે, તેઓ આવા સ્વછંદી અને અસયમી જીવનને ઇચ્છતા નથી. તે તેા જન્મમરણના મૂળને શેાધી ( તેથી છૂટવા માટે ) સંયમ પાળવામાં જ દૃઢ રીતે ઉદ્યમવંત રહે છે.
[૮–૯–૧૦] કાળના કશા ભરેાસે નથી. બધા જીવા લાંબા આયુષ્યને તથા સુખને ચાહે છે અને જીવવા માગે છે. મરણ અને દુઃખ બધાંને અપ્રિય (પ્રતિકૂળ) અને જીવન તથા સુખ બધાંને પ્રિય લાગે છે.
નોંધ:જન્મેલાનું મૃત્યુ એ નિશ્ચિત વસ્તુ છે. અને તે કયારે આવે તેનો પણ ભરાસે નથી. છતાંયે બધા જીવેા જીવવા ઇચ્છે છે. મરણપથારીએ પડેલાનેય મૃત્યુ ભયંકર ભાસે છે. તેનુ કારણ જે કઈ હોય તે! તે એ કે એણે જે ધ્યેય રાખ્યું હતું તે પાર પડચું નથી. સાચની સાધના થઈ નથી, તેથી જ તે જીવને પેાતાની અપૂર્ણતાને લીધે જ દુઃખ થાય છે.
[૧૧] ( આમ હાવા છતાં તે ધ્યેયને મેળવવા જીવનપર્યંત પણ એ ઊલટા જ પ્રયાસો કર્યા કરે છે.) કેટલાક લોકેા એપગાં (મનુષ્યા) અને ચાપગાં (પશુએ) રાખીને એ દ્વારા દ્રવ્યસંયમને બદલે ઉલટું પેાતાની સ્વાર્થીપૂર્તિ માટે માત્ર ધન એકઠું કર્યા કરે છે, અને તેમાં મન, વાણી તથા કર્મથી આસક્ત થતા રહે છે.
નોંધ:-પ્રથમ તે અજ્ઞાનથી માની લીધેલાં સુખ ભાગવવાનાં સાધનાને એકઠાં કરવામાં જ કપરું કષ્ટ ભાગવવું પડે છે, છતાંય તે સાધના ધર્મવિહિત