________________
તૃતીય ઉદ્દેશક
માનત્યાગ અને ભેગવિરક્તિ
સંયમમાં અરતિ થવાનું કારણ અાન, લોભ અને કામ છે. તેનું વર્ણન બીજા ઉદ્દેશમાં આપી સૂત્રકાર હવે લોભથી બીજ અંકના માનકષાય (અહંકાર) તથા બેગત્યાગ વિષે કહેવા માગે છે.
| ગુદેવ બોલ્યા:[૧] હે જંબૂ ! આ જીવાત્મા ભૂતકાળમાં ઘણીવાર ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે અને અનેકવાર નીચ ગોત્રમાંયે ઉત્પન્ન થયો છે. એમાં કશીયે ન્યૂનતા કે અધિકતા નથી (કારણ કે બન્ને સ્થિતિમાં કર્મવર્ગણાનાં પુગળે તે છે જ.), એમ જાણીને જરાયે અહંકાર કે દીનતા ન કરવી; અને કઈ પણ મદના સ્થાનની વાંછના પણ ન કરવી. જે જેને મદ કરે છે તે તે જ સ્થિતિમાં જઈ હીનતા પામે છે. આવું સમજતાં કયો વિદ્વાન પિતાના ગોત્રને ગર્વ કરશે? અથવા કઈ વસ્તુમાં આસતિ ધરશે?
નેધ–ત્રને અર્થ કુળ થાય છે, તેમ ગતિ પણ થાય છે. ઉચ્ચ કે નીચ કુળમાં જન્મવું કે ઊંચીનીચી ગતિમાં જવું તે ભવભ્રમણની દૃષ્ટિએ સમાન છે. ખરી રીતે તો જીવ માત્ર સમાન જ છે. કેઈ ઉચિ કે નીચ નથી. જે ઉચ્ચતાનું અભિમાન કરે છે, તેને આત્મા અભડાય છે; અને પોતાની નીચી સ્થિતિ માની પામરતા ધરે છે, તે પણ પિતાની મેળે દુખિત થાય છે..