________________
પર
આચારાંગસૂત્ર નોંધ –વિષયની આશા એટલે આસક્તિ અને લાલસા એટલે પરિગ્રહ, એ બને ઝેર છે. એ ઝેરના સંસર્ગથી આત્માનું મૃત્યુ થાય છે.
[૮] તમે જાતે જ આશારૂપ શલ્ય અંતઃકરણમાં રાખીને હાથે કરીને દુઃખી થાઓ છો.
નોંધ:આશાથી ચિત્ત સંતપ્ત રહે છે, જેથી તેને શલ્યની ઉપમા આપી છે. શલ્ય નાનું હોવા છતાં હૃદયના કોમળ ભાગમાં ચૂભવાથી ક્ષણેક્ષણે ચિતા, ખેદ, દુઃખ વગેરે ઉત્પન્ન થયા કરે છે.
[૯] પૈસાથી ભોગપભોગે મળે અને ન પણ મળે.
નોંધ –જે જડ સંસ્કૃતિ ધનને ભોગપ્રાપ્તિનું સાધન માને છે એને પણ આ સૂત્ર જવાબ આપે છે કે ધન કે પદાર્થો મળ્યા પછી પણ જેનામાં સંગ્રહવૃત્તિ નથી એ જ એનો ઉપયોગ કરી શકે છે, બીજે નહિ. વળી એથી ભેગપભોગનાં સાધન મળે તોય શું? શરીરસ્થિતિ ખરાબ હોય તે ભાગેથી વંચિત જ રહેવું પડે, અથવા તે મેળવેલુંય વેડફાઈ જાય. અને કદાચ ભેગો ભોગવવા મળે તે પણ ભોગથી સુખ થાય છે, એ તો માત્ર ભ્રાન્તિ જ છે. પ્રાપ્ત થયેલા એ ક્ષણિક સુખના ગર્ભમાં અનંતગણું દુઃખ છે તેને અનુભવ ક્યાં દૂર છે !
[૧૦] છતાં જે જીવાત્માઓ મેહની આંધીથી અંધ થયેલા છે તે અનુભવ થવા છતાં આવી સીધી અને સરળ વાત સમજી શકતા નથી એ જ વિશ્વની વિચિત્રતા છે.
[૧૧] ઊલટા. સ્ત્રીઓમાં આસક્ત થયેલા જનો એમ પણ બેલે છે કે “સ્ત્રીઓ જ એક સુખ મેળવવાનું સ્થાન છે.”
નોંધ –જેઓ સ્ત્રીને ભોગ ભોગવવાના પદાર્થરૂપ માને છે, તેઓ ખરેખર સ્ત્રી જાતિનું અને પિતાના આત્માનું હડહડતું અપમાન કરે છે.
[૧૨] પણ ખરું જોતાં તે આ બ્રાન્તિસૂલક માન્યતા છે. અને ખરેખર આવી આસકિત તેવા મૂઢ જીવોને દુઃખ, મોહ, મરણ, નરક અને તિર્યંચગતિના કારણભૂત બને છે.
નેંધ –અગિયારમું અને બારમું સૂત્ર સ્ત્રી જાતિનું સન્માન અને પુરુષજાતિની મર્યાદા સૂચવે છે. કોઈ પણ પદાર્થનો આસક્તિપૂર્વક ઉપયોગ કરે એ ભાગ છે. ભગવૃત્તિ દુખ જન્માવે છે, અને આત્માને ડુબાડે છે.