________________
૩૨
આચારાંગસૂત્ર તેમાંના કેટલાક અજ્ઞાની અને વહેમી છો ત્રસ જીવોને દેવદેવીએના ભેગનિમિત્તે પણ મારે છે. [ જંત્રમંત્રદ્વારા સેનાને પુરુષ બનાવવાની સ્વાર્થેચ્છાથી યુવાન પુરુષને પણ મારી નાખે છે.] કઈ ચામડાંને માટે, કઈ માંસને માટે, કેઈ લેહી માટે, કઈ હૃદય માટે, કઈ તેમાંનું પિત્ત કાઢવા માટે, કેઈ ચરબી માટે, કઈ પાંખે, પૂંછડાંઓ, વાળ કે સિંગડાં માટે, કઈ દાંત, દાઢ, નખ, નસ, હાડકાં કે હાડકાંની મિજાઓ માટે, કેટલાક ઇરાદાપૂર્વક તો કેટલાક નિરર્થક રીતે હિસા કરી નાખે છે. કેટલાક પૂર્વકાળનાં વૈરને લઈને હિંસા કરે છે, કેટલાક “મને મારે છે એમ માની પ્રતિહિંસારૂપે હિંસા કરે છે, અને કેટલાક ભવિષ્યમાં આ મને મારશે એવી ભ્રાન્તિથી પણ હિંસા કરે છે.
નોંધઃ–પંચંદ્રિય પ્રાણીઓ અને પશુઓ જેવા ઉપયોગી જીવોને લગભગ રૂઢિ અને વહેમનિમિત્તે કે રસાસ્વાદનિમિત્તે હણું નાખવામાં કરતા કરવામાં અજ્ઞાનનું જ આધિપત્ય વિશેષ હોય છે. અજ્ઞાન જેટલો અનર્થ કરે છે તેટલો કઈ વસ્તુ નથી કરતી.
[૮] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવો વિવેક હોતો જ નથી. જે અહિંસક રહેવા માગે છે તેને જ આ વિવેક હોય છે.
[૯] આ રીતે બુદ્ધિમાન શ્રમણ હિંસાનું પરિણામ જાણીને સ્વયં ત્રસકાયના જીવને આરંભ ન કરે, અન્યદ્વારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. આ રીતે ત્રસકાયના જીવોની હિંસાનું દુષ્પરિણામ પણ જે જાણે છે, તે પરિજ્ઞાતકર્મા ( વિવેકી ) શ્રમણ કહેવાય છે.
એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયયને ષષ્ઠ ઉદ્દેશક સમાપ્ત થયો.