________________
દ્વિતીય ઉદ્દેશક
સંયમની સુદઢતા
સંયમની ભાવના તરફ અભિરુચિ થયા પછી કે સંયમની સાધનામાં ગયા પછી સંયમપ્રત્યે કદાચ અરતિ અપ્રેમ ઉત્પન્ન થાય તે શું કરવું? તે બતાવતા શ્રી સુધર્મસ્વામી જબૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યા
, [૧] અહે જંબુ! બુદ્ધિમાન સાધકને ત્યાગમાર્ગમાં કદાચ કઈ સારાંમાઠાં નિમિત્તથી અરુચિ ઉત્પન્ન થાય છે તે તેને દૂર રાખે તેમ કરવાથી કર્મબંધનથી ઘણું જ અલ્પકાળમાં મુક્ત થવાય છે. " . . નેધ–સાધનાને માર્ગ કરે છે. ઘડીમાં પ્રલોભન, ધડીમાં વિપત્તિ, એવા એવા અનેક પતનનાં નિમિત્ત ખડાં થાય છે. ઘડીમાં પ્રશંસા તો ઘડીમાં નિંદા, એવાં અનેક કારણે ઉપસ્થિત થાય છે, ત્યાં નટની જેમ એક લક્ષ્ય પર સમભાવ રાખી જે સાધક જીવન નિર્વહે છે તે તરત જ પાર ઊતરે છે. પરંતુ જે નિમિત્ત કારની આંટીમાં સપડાય છે તેની ગૂંચવણને પાર રહેતો નથી.
[૨] કેટલાક અજ્ઞાની મૂઢ છ પરિષહ કે ઉપસર્ગ આવતાં વીતરાગદેવની આજ્ઞાથી ઊલટું વર્તને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે.
[૩] અમો અપરિગ્રહી રહી શકીશું એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં વીતરાગની આજ્ઞાથી ભ્રષ્ટ થઈ, મુંનિવેશને લજવીને, કામભેગેનું સેવન કરતા રહે છે. તંથા (તે મેળવવાના ઉપાયમાં રચ્યાપચ્યા