________________
સંબંધમીમાંસા ચાલી જતી જાણીને (ભવિષ્ય પર આધાર ન રાખતાં), અ પંડિત આત્મન ! તું સ્વયં જ અવસરને ઓળખ.
નોંધ – હું જ કરું છું તો ચાલે છે, નહિ તે આ બધાંનું શું થાય!” એ માત્ર મિથ્યા અભિમાન છે. અને તે જાતના માની લીધેલા કર્તવ્ય ધર્મની ઓથમાં એક મહાસ્વાર્થને શત્રુ છુપાયેલો છે. તેનું મૂળ શોધીને અપ્રમત્ત રીતે શુભ અને શુદ્ધ પ્રયત્ન કરતા રહેવું એ જ પુરુષાર્થને હેતુ છે.
આવો અવસર, આવી યોગ્યતા, આવાં સાધને પુનઃ પુનઃ પ્રાપ્ત થતાં નથી. જે પદાર્થથી આજે દુઃખનું વેદના થાય છે, તે જ પદાર્થથી ભવિષ્યમાં સુખનું વદન થવાનું છે. પુરુષાર્થ કરે.
[૧૧] અહે સાધકો ! જ્યાં લગી કાન, આંખ, જીભ, નાક અને કાયાની વિજ્ઞાનશક્તિ મંદ પડી નથી ત્યાં લગી જ આત્માર્થ સિદ્ધ કરવા પ્રયત્ન કરે એગ્ય અને કાર્યકારી છે. (આ વાતને વિચારે અને તમારા આત્માને ક્ષણેક્ષણે સમજાવે.)
ઉપસંહાર સ્વજન, ધનાદિને સંબંધ નાશવંત છે. નાશવંતની આસક્તિમાં શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ એ સૌ કેઈનું ધ્યેય છે. તે તેમાં ઉપલબ્ધ નથી થતું. તેથી જ અસંતોષને અનુભવ થાચ છે. સંબંધની આસક્તિથી મમત્વ થાય છે, અને એ મમત્વથી અહંકાની વૃદ્ધિ થાય છે. માટે સંબંધોની આસક્તિથી વેગળા રહેવું અને નિરાસક્તિભાવે સત્કર્મ કરતા રહેવું એ જ સમુચિત છે.
એમ કહું છું. કવિ અધ્યયનને પ્રથમ ઉદેશક સમાપ્ત થયે.