________________
૩૦
આચારાંગસૂત્ર
જીવા અને પૃથ્વી વગેરે બધાં સત્ત્વાને માત્ર સુખ જ પ્રિય છે; અસુખ જરાયે પ્રિય નથી. દુઃખથી તે ત્રાસે છે. તે હમેશાં મહાભયથી ઉવિગ્ન રહે છે, અને સુખની શોધ પાછળ પ્રયત્નશીલ છે.
નોંધઃ!!—સમસ્ત સ`સારના ભિન્નભિન્ન વર્ગને વાની ભૂત, સત્ત્વ, પ્રાણી અને જીવ એવી ચાર સંજ્ઞા આપી છે. એક સૂક્ષ્મ જીવડાથી માંડીને હાથી જેવા મહાન પ્રાણી સુધી સૌ કોઈને એકસરખી સુખની જ અભિલાષા છે. દુ:ખ કોઈયે વાંચ્છતું નથી. ઉપાયા પણ સુખપ્રાપ્તિ અર્થે જ અજમાવે છે. પછી સુખનું મૂળકારણ મળે નહિ, ને સુખ શોધવા જતાં દુઃખ મળી જાય, તે તે જુદી વાત છે !
[૩] વિષય અને કષાયાદિ રિપુએથી પીડાયેલા—વશ થયેલા——કૈક પામર જીવા પોતાના સ્વાર્થ માટે આતુર બની ખીજાએને પીડા આપી રહ્યા છે. પરસ્પરના ત્રાસથી તે બિચારા અહીંતહીં જુદાજુદા સ્થળે ત્રાસતા ફરે છે. જો; આ સૉંસારમાં કેવી વિચિત્રતા લાગે છે!
નોંધઃ—ક્રમ, માયા કે મેાહના પ્રાબલ્બથી સ્વાર્થની તંતુનળમાં ફસાયેલા જીવે કેવાં વલખાં મારે છે ? પેાતાના ચૈતન્યને વેચીને પણ જડના તે કેવા ગુલામ બની રહ્યા છે? તેણે પેાતાના હાથે ભયની કેવી ભયંકર ભૂતાવળા ખડી કરી દીધી છે ? હવે પરસ્પરના ચૈતન્યને ચગદે છે, કનડે છે, ખૂદે છે. શું સાચે જ આ તેના અંતઃકરણનો અવાજ હશે ? ભય, શાક, ખેદ, ચિંતા, ભાગનારા અને આ બધું તેમને કાણ કરાવી રહ્યું છે? આનો પ્રત્યુત્તર પાતે જ છે. પાતા સિવાય ખીન્ને કાઈ પણ એને ઉત્તર આપી શકે તેમ છે ?
જખૂએ કહ્યું:—ગુરુદેવ ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રાકવાના સાધનરૂપ છે, એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ સિવાય આ વિશ્વમાં ઇતર જીવા કયા ક્યા છે, એમનું સ ંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરો.
[૪] સુધર્માંસ્વામીએ કહ્યું કેઃ--ત્રસકાયના જીવાનું અહીં વન કરું છું. તેમની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પાનાને સાધુ