________________
૩૮
: આસારાંગસૂત્ર મારાં સંબંધી, મારા જણુતા, મારાં (વિવિધ પ્રકારનાં હાથી, ઘેડા, શયનાદિ) સાધને, મારી લતમારું ખાનપાન અને મારાં વસ્ત્રો એવાએવા અનેક પદાર્થોની વળગણમાં ફસાયેલા લેકે જીવનના અંત સુધી ગાફલ બની આસક્તિથી જ કર્મબંધન કરતા રહે છે. * * - નોંધા-વળગણ એટલે આસક્તિ. જ્યાં સુધી આસક્તિના ગાઢ સંસ્કારે છે, ત્યાં સુધી સંબંધે મેહસંબંધ બને છે; વ્યસંબંધ બનતા નથી. મેહ અને મમતાને વેગ નરમ પડ્યા પછી જ મેહસંબંધ છુટી શકે છે. એક જ કર્મ— જે મમત્વભાવથી કરાયેલું હોય છે અને નિર્મમત્વથી કરાયેલું હોય છે તેમાં ઘણું જ અંતર પડે છે. આસક્તિથી જે કર્મબંધન થાય છે, તે નિરાસક્તિથી થતું નથી.
[૨] આસક્તિથી સાધનો અને સંપત્તિ માટે રાત્રિદિવસ ચિંતા કરતા, કાળઅકાળની કુશી પરવા કર્યા વિના રાગસંબંધમાં
અને ધનાદિમાં અતિ લુબ્ધ બની, વિષય સામે જ ચિત્ત રાખીને નિર્ભયપણે વિશ્વમાંથી લૂંટફાટ મચાવવા મંડી પડે છે અને અનેક પ્રકારે વારંવાર હિંસા કરી નાખે છે.
. . . . :: નોંધ –આસક્તિ એ. પરિગ્રહ વધારવાના હેતુરૂપ છે. અને પરિગ્રહવૃત્તિ જેમજેમ વધે તેમ તેમ પ્રેમ, પ્રમાદ, મિત્રી, મધ્યસ્થતા વગેરે ઉચ્ચ ગુણે વિનાશ પામે અને સ્વાર્થ, પ્રપંચ, ઠગાઈ' વગેરે દેષોને જન્મ થતો જાય. આ દેથી પ્રથમ માનસિક, પછી વાચિક અને કાચિક હિંસા થવાને પણ સંભવ રહે. આથી જેને સાચા અહિંસક બનવાની ઇચ્છા હોય તેણે સૌથી પ્રથમ આસક્તિનું દ્વાર ધીમેધીમે બંધ કરતાં શીખવું જોઈએ. પરિગ્રહી કદાચ કાયાથી અહિંસક હોઈ શકે કે રહી શકે, પરંતુ તેના હૃદયમંદિરમાં માનસિક હિંસાની વૃત્તિને બગાડ તે અવશ્ય હોય છે.
. . [૩] ગુરુદેવ! આસક્તિ કેમ ઘટે છે , ' . . . . અહા જંબૂ! એને પ્રથમ ઉપાય વિચાર અને બીજો ઉપાય સંયમ છે. જે પ્રથમ તે આ સંસારમાં મનુષ્યનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે. " વળી તે દરમ્યાન જેરાઅવસ્થામાં આવતાં કાન, નાક છે અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ઘટતું જાય છે. આવી એકાએક