________________
લાકવિજય
પ્રથમ અધ્યયનમાં મેાક્ષમાના મૂળસાધન-અહિંસાસૂક્ષ્મ વર્ણ ન થયું. હવે બીજું અધ્યયન લેવિજયનું આવે છે. લાક એટલે સસાર. પતિપત્નીના સબંધ, મામાપ અને બાળકના સંબંધ, મિત્ર, સંપત્તિ, વૈભવ ઇત્યાદિના સસર્ગ એ બાહ્ય સંસાર: અને તેના સશથી ઉત્પન્ન થતા અહંતા, અમતા, આસક્તિ, વિકાર, સ્નેહ, વૈર એ બધા ભાવાની આત્મા પર અસર થાય તે આત્યંતર અથવા ભાવસસાર.. ભાવસસાર દ્રવ્યસંસારના હેતુભૂત છે, જોકે રાગાદિ રિપુઓ પર વિજય મેળવવા તે જ સાથે લાકવિજય છે. પરંતુ દ્રવ્યસંસાર (બાહ્યસ'સાર)ની નિવૃત્તિ એ પણ એક સાધન છે; અને તે સાધનાની ભાવના પણ ભાવકષાયાના મંદપણાને લઈ ને જ ઉદ્દભવે છે. તેમ ધારી આ અધ્યયનના પ્રથમ ઉદ્દેશમાં સ્વજનસુતાદિના સંબંધના વિવેક સમજાવે છે.
પ્રથમ ઉદ્દેશક
સબંધમીમાંસા
ઋણાનુબંધથી સબંધી ચાજાય છે. ભિન્નભિન્ન સ્થળેથી આવેલા જીવા પરસ્પરના સમાન તત્ત્વને લીધે માતા, પિતા