________________
સૂક્ષ્મ અહિંસા A ૩૧ કહેવડાવનારાઓ પણ ત્રસકાયના મહારંભદ્વારા ત્રસ જીવો પર શસ્ત્ર ચલાવે છે, અને તેમને તથા તેમને આશ્રયે રહેલા નાનામોટા કૈક ઇતર જીવોને હણી નાખે છે.
[૫] તેથી ભગવાને ત્યાં આ જીવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં જેઓ વંદન માન, સત્કાર, જીવન, જન્મમરણથી મુક્તિ અને શારીરિક તથા માનસિક દુઃખના નિવારણને માટે (ધર્મનિમિત્તે) સ્વયં ત્રસસમારંભ (હિંસા) કરે છે, બીજાઓદ્વારા કરાવે છે, કે કરનારને અનુમોદન આપે છે, તેમને તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.
[૬] જ્ઞાની ભગવાન કિંવા જ્ઞાની પુરુષના સંસર્ગથી રહસ્ય પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે, કે “ જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી ત્રસકાયનો સમારંભ કરી ત્રસ જીવો પર શસ્ત્રનો આરંભ કરે છે અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવોને હણું નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસક્તિ, માર અને નરકના કારણભૂત છે. છતાં જેઓ આસક્ત હોય છે, તે લેક એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.”
ત્રસ જીવોની હિંસાનાં કારણે [૭] ઘણાયે મનુષ્યો હાલતાચાલતા જીવોને જોઈ શકે છે; એમનાં બહુમૂલાં જીવનનું મૂલ્ય આંકી શકે છે; પિતાવ તે બધા સુખનાં કામી છે તેમ પણ તે સમજવાની બુદ્ધિ ધરાવે છે. છતાં પિતાને કે પરને હાથે થતી હિંસા તે કેમ નિભાવી લેતા હશે? શું ખરેખર તેઓ ઘાતકી હશે ? ના; તેમાંના ઘણુંખરાનાં અંતઃકરણ તે દયામય હોય છે. તે પિતાનાં બાળબચ્ચાંનું પ્રેમ અને વાત્સલ્યથી રક્ષણ કરે છે. છતાં ગુરુદેવ ! આમ થવાનું શું કારણ હશે ?
ગુરુદેવે કહ્યું ––વહાલા જંબૂ! તું કહે છે તે યથાર્થ છે. તેઓ પિતે ઘાતકી નથી બનવા ચાહતા, પરંતુ સ્વાર્થની અતિમાત્રા તેમને આવી પરિસ્થિતિમાં મૂકે છે.