________________
સૂક્ષ્મ અહિંસા
( ધર્મનિમિત્તે ) સ્વયં વનસ્પતિસમારંભ (હિંસા ) કરે છે, ખીજાએદ્વારા કરાવે છે કે કરનારને અનુમેાદન આપે છે, તેા તે વસ્તુ તેના હિતને બલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક જ છે.
२७
[૬] જ્ઞાની ભગવાને કિંવા નાની સત્પુરૂષાના સંસ`થી રહસ્ય પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે કે ‘જે વિવિધ પ્રકારનાં શસ્ત્રાથી વનસ્પતિકાયના સમારંભ કરી વનસ્પતિના જીવે પર શસ્ત્રના આરંભ કરે છે અને તેને લઈ ને તક્રાશ્રિત રહેલા અનેક જીવાને હણી નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર ધન, આસકિત, માર અને નરકના કારણભૂત છે. આમ હાવા છતાં જે આસકત લેાકેા છે, તે અજ્ઞાનીની જેમ એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.
[૭ X] જિજ્ઞાસુ બુદ્ધિથી શ્રી જંબૂએ પૂછ્યું કે ગુરુદેવ ! વનસ્પતિમાં કેવું ચૈતન્ય છે તે મને કૃપા કરીને સમજાવેા.
ગુરુદેવે કહ્યું: એને હું આપણા પોતાની શરીરરચના સાથે તુલના કરી સમજાવીશ.
જુએ; આ આપણું શરીર જેમ જન્મવાના સ્વભાવવાળું છે, તેમ આ વનસ્પતિના જીવા પણ જન્મે છે. આપણે વધીએ છીએ, તેમ તે પણ વધે છે. જેમ આપણામાં ચૈતન્ય છે, તેમ તેમનામાં પણ છે. જેમ આ શરીર કાપવાથી સુકાય છે, તેમ વનસ્પતિ પણ કાપવાથી સુકાય છે. જેમ શરીરને આહારાદિની જરૂર છે, તેમ એમને પણ આહારની જરૂર છે. જેમ આ શરીર અનિત્ય છે, તેમ તેમનું શરીર પણ અનિત્ય છે. આપણું શરીર જેમ અશાશ્વત છે, તેમ તે પણ અશાશ્વત છે. જેમ આ શરીરની હાનિવૃદ્ધિ થાય છે, તેમ તેમની પણ હાનિવૃદ્ધિ થાય છે. માટે જ તે સજીવ છે.
નોંધઃ—વનસ્પતિશરીરમાં ચૈતન્ય છે તે વાત હવે વિજ્ઞાનથી સિદ્ધ થયા પછી વિશેષ કશું કહેવાનું રહ્યું નથી.
[છ વ] આવું કેટલીકવાર જાણવા છતાં અસંયમીને આવા વિવેક હાતા જ નથી. જે અહિંસક રહેવા માગે છે, તેને જ આ