________________
૨૨
આચારાંગસૂત્ર વિજય મેળવીને વીતરાગભાવની પરાકાષ્ઠાના અખંડ, અનંત અને સ્થિર સુખને યથાર્થ સાક્ષાત્કાર કર્યો છે.
નેધ –આગળ વિચાર, વિવેક અને વૈરાગ્ય એ ત્રણ વિકાસનાં સાધનો બતાવ્યાં હતાં. અહીં જિતેન્દ્રિયતાથી જાગૃતિ ઉત્પન્ન થાય, અને જાગૃતિ પછી સંયમનું યથાર્થ પાલન થાય એમ બતાવી વિચાર, વિવેક અને વૈરાગ્ન પછી આ બીજાં અંગે ક્રમશઃ વિકાસનાં સાધનો છે, એમ બતાવ્યું છે. ભેદ મહાપુરુષની અનુભવેલી આ અનુપમ રસાયણો છે. ધીમેધીમે અને ક્રમપૂર્વક એમનું સતત સેવન કરવાથી અનંત જીવો નિરાબાધ આરોગ્યદશાને પામ્યાં છે. આ રસાયણો જુગજુગજૂની હોવા છતાં સડતી નથી. જેમ અમૃત અમર કરે છે અને પોતે પણ અમર રહે છે, તેમ આ બધાં વિકાસમાર્ગનાં અમર અમૃતસમાં અંગો છે.
[] જંબૂ બેલ્યા:-ગુરુદેવ! ઘણું જીવો મેક્ષાર્થી હોવા છતાં આ સંસારમાં અનેક પ્રકારે દંડાય છે, દુખાય છે, ચિંતાથી બળે છે અને રોગોથી પીડાય છે, તેનું શું કારણ હશે?
પ્રિય શિષ્ય! મેક્ષાથ હોવા છતાં જે પ્રમત્ત દશામાં આવી જાય છે તે ખરેખર આવી શિક્ષા અધિકારી જ છે (કારણકે જ્યાં સુધી પ્રમાદરૂપ કાતીલ ઝેરનું કૂંડું પડયું છે ત્યાં સુધી શાતિરૂપ અમૃતનાં બિંદુઓ સ્પર્શતાં જ નથી, અને કદાચ ભાવનારૂપે સ્પર્શે છે તોપણ તેની અંતઃકરણ પર સ્થાયી અસર રહેતી નથી. ) માટે મેધાવી સાધક
જે કાર્ય મેં પૂર્વકાળે પ્રમાદથી કરી નાખ્યું તે હવે નહિ કરું,” એવી હૃદયપૂર્વક ભાવના ભાવી સતત જાગરૂક રહે.
નેંધ –મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા એ પાંચ પ્રમાદો કહેવાય છે. તે કાતીલ ઝરે છે. તે તરફ જે બેદરકાર રહે છે, તે દંડાય છે, પીડાય છે અને અનંતવાર આધ્યાત્મિક મૃત્યુ પામે છે.
અમૃતનું આસ્વાદન મળે ચા ન મળે, પરંતુ સૌથી પહેલાં ઝેરના સંસર્ગથી છૂટવાનું મન તે કેને ન થાય!