________________
સૂક્ષ્મ અહિંસા
૨૧
શક્તિ અને સાધનેાના પ્રમાણમાં સતત પ્રયત્ન કરે છે. આ રીતે તેનું અસ્તિત્વ અનુમાનથી સ્પષ્ટ થાય છે. તે વિષે શંકા કરવાનું કશું પ્રયેાજન નથી.
આત્માના અસ્તિત્વમાં જેએ અશ્રદ્ધાશીલ થશે, તે પુણ્ય, પાપ, ધ, અધર્મો વગેરેમાં પણ અશ્રદ્ધાશીલ થશે. અને તે અશ્રદ્ધા આવ્યા પછી તે ગમે તેવાં અત્યાચારી પાપકમ કરવા છતાં તેનું હૃદય તેને ડંખશે નહિ, અને તે માનવ મટી રાક્ષસ બનશે. આથી આત્માનું અસ્તિત્વ, ધર્મો, અધ, પાપ, પુણ્ય, સદ્ગુણ, દુર્ગુણ ઇત્યાદિને વિવેક કરી જિજ્ઞાસુ વિકાસમામાં આગળ ધપે.
[૨] જંખ્ ખેાલ્યાઃગુરુદેવ ! જે આત્મા નિત્ય છે તેની પરિપૂર્ણ સાધના માટે આપે અહિંસાના રાજમાર્ગ બતાવ્યા, પણ એ જીવનમાં સાધ્ય કેમ બને ?
ગુરુદેવ મેલ્યાઃ–પ્રિય જંબૂ! ભગવાન એમ ખેાલ્યા હતા કે જે આ ×દી લેાકના શસ્ત્રની પરિસ્થિતિના રહસ્યવેત્તા છે, તે અશસ્ત્ર (સંયમ)ના રહસ્યવેત્તા છે, અને જે સંયમને રહસ્યવેત્તા છે, તે જ આ મહાસંસારમાં હિંસાનાં સાધનેાને રહસ્યવેત્તા છે. સારાંશ કે, જે અહિંસાનું રહસ્ય જાણે છે, તે જ સંયમનું રહસ્ય જાણે છે. અને જે સંયમનું રહસ્ય જાણે છે, તે જ અહિંસાનું રહસ્ય જાણે છે.
નોંધઃ—જે આ મહાસંસારમાં હિંસા તરફ ખેદરકાર રહેતા નથી, તે જ સાચા સંચમના રહસ્યવેત્તા છે. અને જે સંચમને જાણકાર છે, તે જ સાચી અહિંસાના આરાધક છે. આ રીતે અહિંસા અને સંચમનેા પરસ્પર પાશ્ચપેાષક ભાવ છે. અસંચમી કદી અહિંસક રહી શકે નહિ, અને હિંસક કદી સંચમી બની શકે નહિ. ઇંદ્રિયસ ચમ,વાણીસંચમ અને મન:સચમ એ અહિંસકભાવ—પ્રેમભાવ—જનક છે.
[૩] મેાક્ષાર્થી જંબૂ ! સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત અને સંયમી એવા વીર મહાપુરુષાએ આ જ સબળ શસ્ત્રોદ્રારા આત્મા પર
× કોઈ ટીકાકાર અહીં પ્રકરણવશાત્ દીર્ધલાકના અ વનસ્પતિ કરે છે અને તેનું શસ્ર અગ્નિ ક૨ે છે.