________________
ચતુર્થ ઉદ્દેશક
અગ્નિકાય
સત્યશુશ્રષક શિષ્ય! સાંભળ; હું કહું છું. એમ સુધમસ્વામી જ બૂસ્વામીને ઉદ્દેશીને બોલ્યાઃ
[ 1 ] હે જંબૂ! ભગવાન મહાવીરના શબ્દોમાં કહું છું કે જિજ્ઞાસુએ આ સંસાર અને તેમાં રહેલાં પ્રાણીઓ વિષે શંકાશીલ ન થવું અને આત્માના અસ્તિત્વ વિષે પણ શંકાશીલ ન થવું.
જબૂએ પૂછવું –ગુરુદેવ! એમ કરવાથી શી હાનિ થાય ?
ગુરુદેવે કહ્યું -આત્માથી શિષ્ય ! જેઓ સંસાર વિષે શંકાશીલ બને છે, તે આત્માના અસ્તિત્વમાં પણ શંકાશીલ બને છે. અને જે આત્માના અસ્તિત્વમાં શંકાશીલ રહે છે, તે સંસારના ચરાચર જીવોના અસ્તિત્વ વિષે પણ શંકાશીલ બનતા જાય છે.
નેધ–આત્મા અને સંસારને અન્ય પ્રાણગણું આ જગતમાં પ્રત્યક્ષ વિદ્યમાન દેખાય છે. જુઓઃ ઘાટીલું શરીર, પુષ્ટ ઇંદ્રિય, અને મનેહર અંગોપાંગ હોવા છતાં એક વસ્તુ વિના ક્ષણવારમાં તે સડવા માંડે છે તેમાં મનોહરતાને બદલે બેડેશળતા આવે છે; આકર્ષણને બદલે ધૃણું થાય છે. જે ચૈતન્ય વિના સઘળું નિરર્થક છે, એ વસ્તુ કઈ ? તેનું જ નામ આત્મા. જે ચૈતન્ય વિના સઘળું નિરર્થક છે, એ આત્માના ઉત્કર્ષ માટે સૌ જીવો