________________
૧૯
આચારાંગસૂત્ર
એવીએવી લાગણીઓને સ્પષ્ટ અનુભવ કરાવ્યેા છે. એ પરથી હવે ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન દેખાવા છતા સ્થાવર વેામાં ચૈતન્ય છે એ સિદ્ધ કરવાપણું આ વિજ્ઞાનયુગમાં રહ્યું નથી.
[૫] હે શિષ્ય ! ભગવાન મહાવીરે આ સંબંધમાં પરિજ્ઞા સમજાવતાં કહ્યું છે કે કાઈ શ્રમણ જીવનના નિર્વાહ માટે, વંદનાદિ અર્થે, જન્મમરણની મુક્તિ સારુ કે દુઃખના નિવારણ સારુ જલાયના જીવાની હિંસા સ્વયં કરે છે, ખીજા પાસે કરાવે છે, અથવા હિંસા કરનારને અનુમેદન આપે છે, તે તે હિંસા તેના અહિતને અને અજ્ઞાનને જન્માવે છે.
[૬] સર્વજ્ઞ ભગવાન કિવા અન્ય જ્ઞાની જને પાસેથી આત્મવિકાસઅર્થે આચરવાયાગ્ય ઉપયાગી વસ્તુ પામીને આ વિશ્વમાં કેટલાક ભવ્ય જીવા જાણી શકે છે કે હિંસા એ ક ધનનું, મેાહનું અને નરકાદિ દુર્ગાંતિનું કારણ છે. પરંતુ જેએ અતિ અતિ આસક્ત થયેલા હાય છે તે લેાકેા ભિન્નભિન્ન પ્રશ્નારનાં શસ્ત્રોથી જલકાયના મહાર ભદ્રારા જલના જીવા પર તેનું હિંસક શસ્ત્ર અજમાવીને ખીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓની હિંસા કરી નાખે છે.
[૭] જ! જલ પાતે જેમ ચેતનવંત છે તેમ એને આશ્રયે ખીજા પણ અનેક જીવા રહેલા હૈાય છે. જિનશાસનમાં આ વસ્તુ સ્પષ્ટતાથી સમજાવી છે. એ વિવેક સાધુજાએ ભૂલવા ન જોઇ એ. અને શસ્ત્રપરિણત નિર્દોષ જલથી તેમણે જીવન ચલાવવું, પરંતુ સચેત જલ ન વાપરવું જોઈ એ. * એમ કરવાથી એમના પર હિંસાનું અને પ્રતિજ્ઞાભંગ થવાથી ચારીનું પણ દેાષારાપણ થાય છે.
[૮] કેટલાક શ્રમણા એમ કહે છે કે અમને પીવા માટે તે કલ્પ્ય છે, વિભૂષાર્થે પણ કલ્પ્ય છે. એમ કહી તેએ અનેક પ્રકારનાં શસ્ત્રોથી જલાદિની સ્વય હિંસા કરે છે. આ વાત ભિક્ષુ શ્રમણ માટે ચેાગ્ય નથી.
* જુએ · ભિક્ષુપ્રતિજ્ઞાઃ' દા૦ ૪ શું અધ્યયન.