________________
૧૭
સૂક્ષ્મ અહિંસા [૩] અહો જંબૂ ! સાંભળ, હું તને કહું છું -આ સંસારમાં નાના પ્રકારનાં પ્રાણીઓ વસે છે. તે બધાં ચૈતન્યવાળાં છે. તે વિષે શંકાને સ્થાન ન હોવું જોઈએ. તેમજ આત્માના અસ્તિત્વ વિષે પણ સંશય રાખવાનું કારણ નથી. જે સંસારના સંબંધમાં ( આ બધું દેખાય છે તે છે કે કેમ ?) એવો સન્દહ રાખે છે, તે આત્માના અસ્તિત્વ માટે પણ શંકાશીલ બને છે. અને જે આત્મા વિષે શંકાશીલ બને છે, અથવા તે બીજા જીવોનો જે અપલાપ કરે છે, તે પિતાના આત્માનો પણ અપલાપ કરે છે. તથા પિતાના આત્માનો જે અપલાપ કરે છે, એ બીજા છાનો પણ અપલાપ કરે છે. (કારણકે જીવ અને જગતને ગાઢ સંબંધ છે.) તે એ લેક વિષે પણ શંકાશીલ બને છે. (એમ કરવું એ વિકાસમાર્ગમાં બાધારૂપ છે તેમ જાણી આત્મપ્રતીતિ પર અડગ રહેવું.)
નોંધ:-પ્રત્યેક નાનામોટા પ્રાણીમાં આત્મા છે. આપણામાં પણ આત્મા છે. આપણે આત્મા જેમ નાના કર્મવશાત્ ભિન્નભિન્ન પ્રકારની દેહાદિ સામગ્રી પામ્યો છે તેમ સંસારનાં ઇતર પ્રાણીઓના સંબંધમાં પણ છે. તેથી આપણે જે સાચા સુખની પ્રાપ્ત કરવી હોય, તે તે એને ઇજા પહોંચાડવાથી નહિ પણ સુખ આપવાથી થઈ શકે.
અનેક જ્ઞાની પુરુષોએ આત્મપ્રતીતિને સાક્ષાત્ અનુભવ કર્યો છે, અને આપણે પણ અનુમાનથી તેનું અસ્તિત્વ જાણું શક્યા છીએ. એથી કદી અને કઈ સંગોમાં નાસ્તિક બનવાની આવશ્યક્તા નથી.
[૪] પ્રિય જંબૂ ! સંયમી પુરુષો જ્યારે આ રીતે મનઃ સમાધાન કરી વિવેકપૂર્વક વર્તે છે, ત્યારે કેટલાક પોતાને ત્યાગી કહેવડાવવા છતાં ભિન્નભિન્ન પ્રકારનાં શસ્ત્રોથી જલાદિ જેવો પર ક્રિયાનો સમારંભ કર્યા કરે છે, અને એ જલાદિ સમારંભમાં (અવિવેકી દૃષ્ટિથી) બીજા પણ અનેક જીવોની હિંસા કરી નાખે છે.
મેં –જળમાં અનેક જીવો છે તે વૈજ્ઞાનિક શોધથી જગજાહેર થઈ ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં હાસ્ય, શોક, ભય, ક્રોધ, રાગ, અહ કાર