________________
સૂક્ષમ અહિંસા
૧૯ [૯] હું ખરું કહું છું કે જંબૂ! જે અજ્ઞાની અથવા હિંસકવૃત્તિવાળા જ હોય છે તેમને પિતે હિંસાનો પ્રયોગ કરવા છતાં પણ હિંસકક્રિયાઓનું ભાન હતું કે રહેતું નથી. પરંતુ જે પુરુષો હિંસકવૃત્તિથી નિવૃત્ત થયેલા હોય છે તે જ સૂક્ષ્મ કે ધૂળ હિંસાને પ્રયોગ કરતા નથી, અને હિંસાના પરિણામને જાણીને તેઓ તેનો વિવેક પણ કરી શકે છે. આવા ઉપગવંત સાધકને આરંભના દોષે સ્પર્શતા નથી.
[૧૦] માટે શાણે સાધક જલકાયો આરંભને કર્મબંધનનું કારણ જાણુને જલકાયને આરંભ પિતે ન કરે, બીજા પાસે ન કરાવે અને કઈ કરતા હોય તે તેને અનુમોદન પણ ન આપે. આ રીતે જલકાયના જીવોની હિંસાને અહિતકર જાણુને જે શ્રમણવર, વિવેકપુરઃસર સંયમ રાખે છે, તે ખરેખર પરિસાતકર્મ (વિવેકી) મુનિ કહેવાય છે. એમ શ્રમણ ભગવાન મહાવીરે ભિક્ષુસંધને ઉદ્દેશીને કહ્યું છે, તે હું તને કહું છું.
ઉપસંહાર જલમાં પણ ચેતન છે. જલ વિના જીવનનિર્વાહ શક્ય નથી. એટલે ગૃહસ્થ સાધક પોતાના ધર્મની મર્યાદા જાળવી વિવેકપૂર્વક એને ઉપયોગ કરે.
એમ કહું છું. શસ્ત્રપરિણાઅધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થયો.