________________
૧૧
રૂમ અહિંસા એવું નથી, અજ્ઞાનીનું અજ્ઞાન બીજાઓને પણ પડે છે. વ્યક્તિ એ સમષ્ટિનું અંગ છે. વ્યષ્ટિની પ્રત્યેક ક્રિયાને સમષ્ટિ સાથે ગાઢ સંબંધ છે.
[] જંબુ; જે ! આ સંસારમાં પૃથક પૃથક્ સર્વ સ્થળે આ ભિન્નભિન્ન પ્રકારનાં પ્રાણીઓ વસે છે તેને પરિતાપ ન થાય એ રીતે સંયમી પુરુષો સંયમને જાળવીને જીવન નિર્વહે છે.
[૩]જ્યારે ઘણું તે “અમે ત્યાગી પુરુષો છીએ ” એ પ્રમાણે કહેવડાવનારા પણ વિવિધ પ્રકારનાં શસ્ત્રથી પૃથ્વી સંબંધી કર્મના સમારંભ (અતિ પાપકર્મ) કરીને પૃથ્વી પર શસ્ત્રપ્રહાર કરે છે, અને તે જીવોની હિંસા કરતાં કરતાં બીજાં પણ તદાશ્રિત રહેલાં અનેક પ્રાણીઓની હિંસા કરી નાખે છે. | નેધ–આ ત્યાગી છવન માટે ઉદેશીને સંબોધાયેલાં વચન છે. જેનદર્શનમાં સૂક્ષ્મ જીવોને પણ સ્વેચ્છાપૂર્વક ન દૂભવે તે અણગાર કહેવાય છે. અણગારને પૂર્ણ સંયમી અને સતત નિરાસક્ત જીવન ગાળવાનું જૈનશાસનનું ફરમાન છે. ગૃહસ્થજીવનમાં પણ આદર્શરૂપે આની ઉપયોગિતા છે જ.
[૪] હે શિષ્ય ! ભગવાન મહાવીરે આ પરિસા સમજાવતાં કહ્યું છે, કે જે શ્રમણ, જીવનના નિર્વાહ માટે, વંદન, સન્માન કે પૂજનની. પ્રાપ્તિને અર્થે, ભ્રમથી માની લીધેલા સિદ્ધાંત પ્રમાણે, જન્મમરણથી મુક્ત થવા માટે કે દુઃખના (પ્રતિઘાત) નિવારણ સારુ સ્વયં પૃથ્વીકાયા જેવા સૂક્ષ્મજીવોની હિંસા પોતે કરે છે, બીજા પાસે કરાવે છે અથવા, હિંસા કરનારને અનુમોદન આપે છે, તે હિંસા તેના અકલ્યાણની અને અબેધની જનની બને છે; અર્થાત કે તેથી અશ્રેય અને અજ્ઞાન વધે છે.
નોંધ-શ્રમણભગવાન મહાવીરના સમયમાં કેટલાક સાધુઓ પોતાને સાધુઓ તરીકે ઓળખાવતા હતા, અને આરંભનાં કાર્યો જાતે કરતા હતા, કરાવતા હતા, અથવા તેવાં કાર્યોમાં રસ લેતા ' હતા; વળી ધર્મનિમિત્ત થયેલી હિંસા એ હિંસા નથી, એમ પણ મને