________________
દ્વિતીય ઉદ્દેશક
પૃથ્વીકાય
મનુષ્ય કે પ્રગટ અને વિકસિત ચેતનાવાળાં મેટાં જીવજંતુઓને ન મારવાં એટલેથી જ કંઈ અહિંસાની સંપૂર્ણ આરાધના થઈ જતી નથી. અહિંસકને તો પોતાના પ્રત્યેક ઉપયોગી પદાર્થ વાપરતાં, હાલતાં ચાલતાં અને એવી સર્વ કિયાએ કરતાં કરતાં અહિંસાનું સ્મરણ રહેવું જોઈએ.
પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ ઇત્યાદિ સ્થાવર છે પણ ચેતન્યવંત છે, તે અહીં ક્રમશઃ સમજાવે છે.
ગુરુદેવ બોલ્યા:[૧] પ્રિય જંબૂ! જે; આ સંસારનાં પ્રાણીઓ–લોકો બિચારાં કેવાં વિષયકષાયાદિથી બધી રીતે હીનતામય, દુઃખમય, દુધમય અને અજ્ઞાનમય જીવન ગાળી રહેલાં દેખાય છે તેઓ પોતાના અજ્ઞાનથી આતુર (અધીરા) થઈ આ સંસારની કલેશભઠ્ઠીમાં પોતે સળગે છે, અને બીજાં (તેની નિકટ રહેલાં બીજા પ્રાણીઓને પણ પરિતાપ ઉપજાવે છે.
ધ–કષ્ટ એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ કે અજ્ઞાનજન્ય ક્રિયાઓનું કટુ પરિણામ. અજ્ઞાનથી માત્ર અજ્ઞાનીને કષ્ટ થાય છે