________________
આચારાંગસૂત્ર મન, વચન અને કાયા એ ત્રણ ચોગાએ ગુણતાં ૨૭ ભેદ થયા. એ રીતે કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના ભેદે અને પ્રભેદથી દરેક પુણ્યપાપની તથા ધર્માધર્મની વ્યવસ્થા માનવી જોઈએ; અને આ રીતે કર્મસમારંભને–કર્મબંધનના કારણભૂત ક્રિયાભેદને જાણવા જેઈએ.
[પી (જેઓ ઉપરના ભેદને યથાર્થ નહિ જાણતાં મતિ ભ્રમથી માત્ર કઈ એક સિદ્ધાંત જ સ્વીકારી લે છે અથવા ક્રિયાનાં શુભાશુભ ફળાને જાણવાની ચેષ્ટા કર્યા વગર), મૂઢતાથી જડ ક્રિયા કર્યા કરે છે તે અજ્ઞાતકર્મ . ખરેખર આ દિશાવિદિશાઓમાં પરિભ્રમણ કરે છે, અથવા સર્વ દિશા અને સર્વે અનુદિશાઓમાં પરિભ્રમણ કરે છે; નાના પ્રકારની યોનિઓ (પશુ, કીડા, પંખી, નરક અને એવી હલકી ગતિઓ)માં ઉત્પન્ન થાય છે, અને અનેક પ્રકારનાં દુષ્કર્મજન્ય અણગમતા સ્પર્શ વગેરેનાં દુઃખોને અનુભવ કરે છે.
નેધ–ઘણાયે જીવાત્માઓ એમ માનતા હોય છે કે આપણે પિતે જ જે અઘટિત કાર્ય કરીએ તે પાપ લાગે. બીજા આપણે માટે કરે તેમાં આપણને શું? આ વાત એકાંત હોવાથી તેને અહીં અસ્વીકાર છે. જૈનદર્શન સાક્ષાત્ કર્મ અને પરંપરાગત કર્મ ઉભચને સ્વીકારે છે. કેટલીક ક્રિયાઓ એવી પણ હોય છે કે જે કરવાથી અલ્પ પાપ કે પુણ્ય બંધાય અને કરાવવાથી કે અનુમોદન આપવાથી વધુ બંધાય. વળી ઘણી ક્રિયાઓ એવી હોય છે કે જે કરવાથી જ વધુ પાપ કે પુણ્ય બંધાય. તે જ રીતે દરેક ભેદ માટે સમજવું. આ રીતે સંયમ અને વિવેકપૂર્વક (અનેક દષ્ટિ. બિથી) પાપપુણ્યાદિને ઉકેલ લાવવો જોઈએ.
[૬-૭-૮] આથી ખરેખર એ ક્રિયાઓમાં ભગવાને પરિઝા (વિવેક) સમજાવેલ છે. આ જીવિતવ્યને લંબાવવા માટે, સુયશની પ્રાપ્તિ અર્થે, સત્કાર, સન્માન, પૂજનાદિ ભેગવવા અર્થે, જન્મમરણના બંધનથી મુક્ત થવા માટે અને દુઃખને દૂર કરવા માટે આ વિશ્વમાં પાપની ક્રિયાને લેકે અંધપરંપરાએ આચર્યે જાય છે. શાણા સાધકે તેનો બરાબર વિવેક સમજવાની જરૂર છે. આખા લોકની ક્રિયાઓને ઉપરના વર્ણનમાં સમાવેશ થાય છે.