________________
આચારાંગસૂત્ર
(૧) વિશ્વ અને આત્માને શે। સંબંધ છે, આવું સબધભાન થયા પછી (૨) જીવાત્મા શાથી ઉત્પન્ન થાય છે, આત્માનાં જન્મમરણનું કારણ શું છે—તે જાણવાની જિજ્ઞાસા જાગે છે. ત્યારબાદ (૩) પૂર્વકાળની પરિસ્થિતિ જાણવાની પ્રેરણા મળે છે, અને (૪) પછી ભવિષ્યને વિચાર આવે છે. તે આવતાં જ ભવિષ્યકાળના કારણરૂપ વર્તમાનકાલીન પ્રવૃત્તિની શુદ્ધિ પર લક્ષ જાય છે. આ રીતે આ ચાર પ્રશ્નો પછી વિકાસમાગ માં સ્થિરતા આવે છે.
w
[3] ૪ (સ્વરૂપપ્રાપ્તિને માટે, સુખને માટે કે શાંતિને માટે આવા જ્ઞાનની પરમઆવશ્યકતા છે. તે જ્ઞાન વિના બધા પ્રયત્ન અને પુરુષા પશુ જેવા છે. તે જ્ઞાન શાથી પ્રાપ્ત થાય ? તેના પ્રત્યુત્તરમાં ભગવાને ભાખ્યું છે કે:-) -(૧) પોતાની મેળે—જાતિસ્મરણુજ્ઞાન (પૂર્વાંભવેાનાં સ્મરણ)થી, (૨) ખીજા જ્ઞાની તીર્થંકર કે કેવળ પુરુષાના કહેવાથી, કે (૩) ઉપદેશકોઠારા સાંભળવાથી આવું જ્ઞાન થઈ શકે છે, કે હું—પૂર્વ દિશા, દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા, ઊર્ધ્વ દિશા, નીચેની દિશા, વિદિશા કે અનુદિશા તે પૈકી—કયાંથી આવ્યા છું ?
નોંધઃ—જાતિસ્મરણજ્ઞાન એ એક મતિજ્ઞાનના ભેદ છે. માનસિક મૂઢતા દૂર થવાથી અને ચિંતનશક્તિ ખીલવાથી જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થાય છે. એ રીતે સ્વાભાવિક અથવા અન્ય નિમિત્તદ્વારા પણ એ
જ્ઞાન થાય છે.
[3] વ વળી કેટલાકને એવું પણ જ્ઞાન થાય છે કે મારે। આત્મા પુનર્જન્મને પામનારા છે કે જે આત્મા ફલાણી દિશાથી કે ફલાણી અનુદિશાથી આવ્યા છે, કિવા જે સર્વ દિશાએથી કે સર્વાં અનુદિશાએથી આવ્યા છે તે પોતે હું છું. આ પ્રમાણે જેને જ્ઞાન થાય અે, તે આત્મવાદી, લેાકવાદી, કર્મવાદી કે ક્રિયાવાદી છે એમ જાણવું. ×
નોંધ:-આત્મા નિત્ય છે, તરૂપ ચાક્કસ પ્રતીતિ થવી એ આત્મવાદ.
× જ્યાં ક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી તથા અક્રિયાવાદી કે જેની અંતર્ગત કાલવાદી, સ્વભાવવાદી, નિયતિવાદી, ઈશ્વરકતૃત્વવાદી, આત્મકયવાદીના સમાવેશ છે. એમાંની કાઈ એકાંત માન્યતાને ન પકડતાં સાપેક્ષ રીતે સૈાના સ્વીકાર કરે એ આત્મવાદી, કર્રવાદી, લેાકવાદી અને ક્રિયાવાદી નવા, એવે શ્રી– શીલાંસૂરિજીને અભિપ્રાય છે.