________________
વિવેક
જેમને હું-પૂર્વ દિશાથી, દક્ષિણ દિશાથી, પશ્ચિમ દિશાથી, ઉત્તર દિશાથી, ઊંચી દિશાથી, નીચી દિશાથી કે બીજી વિદિશાઓ (ઈશાને, અંગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય)થી કે અનુદિશાઓમાંથી કયાંથી આવ્યો છું એવું પણ ભાન હોતું નથી. - નેંધ –ચાર દિશાઓ, ચાર વિદિશાઓ તથા એમના આઠ અંતરાલ, વિભાગો મળી સેળ અનુદિશાઓ તથા ઊંચી અને નીચી મળી કુલ અઢાર દિશાઓ કહેવાય છે.
ઉપરના સૂત્રમાં સૌથી પ્રથમ વિચારશ્રેણિનું દર્શન આપ્યું છે. વિચારની ભૂમિકા આવ્યા પછી જ વિકાસને પ્રારંભ થાય છે. “હું ક્યાંથી આવ્યો ?” - એ જિજ્ઞાસુ હૃદયને સૌથી પ્રથમ પ્રશ્ન છે.
પણ જીવનના દીર્ધકાળમાં ઘણાયે મનુષ્યોને પિતાના જીવનના ધ્યેય સંબંધી પ્રશ્ન જ ઉદ્દભવતો નથી; અને તેઓ જે સ્થિતિ અને સંયોગોમાં મુકાયા હોય તે વાતાવરણ જોઈ અન્યનું પ્રાય: અનુકરણ કરી રહ્યા હોય છે.
વિશ્વની વિવિધ પ્રવૃત્તિઓમાંની કેઈ–કે જે અપૂર્ણ દયેયવાળી કે ચશન્ય હોય છે તેને પિત–આચરવા છતાંયે એઠું ખાણું પણ જાણે એને મન નવું સર્જન હોયની, તેમ તે માની બેસે છે. જોકે આવી અપૂર્ણ દયવાળી કે દયેયવિનાની પ્રવૃત્તિમાં પણ તેને ઘણીવાર સંતોષ મળી શકે છે ખરે, પરંતુ આ સંતોષ એ કંઈ સારો આત્મસંતોષ નથી. અને એવા સંતોષના ગર્ભમાં શાતિ, સુખ કે સ્થિરતા નથી. - જ્યારે હૃદયમાં સાચી જિજ્ઞાસા જાગે છે, ત્યારે જ આ પ્રશ્ન ઉદભવે છે. આ [૨] વળી કેટલાક અધિકારી જીને ક્વચિત આ પ્રશ્ન ઉદ્ભવે છે ખરે. પરંતુ “મારે આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? હું પ્રથમ કોણ હતો ? અને અહીંથી મૃત્યુ બાદ પરભવમાં (જન્માંતરમાં) હું કેણુ થઈશ ? (હું ક્યાં જઈશ ?) તેનું તેને યથાર્થ જ્ઞાન હોતું નથી. . નોધ:-વસ્તુત: જન્મ, જરા કે મરણ એ આત્માના ધર્મ જ નથી. આત્મા નિત્ય, અખંડ અને જ્યોતિર્મય છે. છતાં કર્મસંસર્ગથી જડરૂપ કર્મના ધર્મોની આત્મા પર પણ અસર થયા વિના રહેતી નથી, અને તેથી કર્મસંગી ચૈતન્યને જન્મ, મરણાદિ ધર્મોમાં યોજાવું પડે છે. જે કર્મ છે તે કર્મના પરિણામરૂપ પુનર્ભવ છે જ.