________________
. આચારાંગસૂત્ર જે જ્ઞાનનું ફળ વર્તનમાં પરિણમતું નથી, તે સાચું જ્ઞાન નથી–જૈનદર્શનમાં એ મુખ્ય પ્રતિપાદન છે.
અહીં “શન્સપરિજ્ઞા” નામનું પ્રથમ અધ્યયન છે. શસ્ત્રને અર્થ હિંસભાવના અથવા હિંસાનાં સાધને થાય છે.
ધર્મ એ વિકાસનું અનુત્તર સાધન છે; અને ધર્મનું પ્રાથમિક મૂળ અહિંસા છે. દરેક મત, દશન કે પંથમાં અહિંસાનું માહાસ્ય અવિરેાધ રીતે નજરે પડે છે. આથી વિકાસપંથમાં અહિંસક વૃત્તિ સાથી પ્રથમ અભીષ્ટ ધારી તેનું વર્ણન આ અધ્યયનમાં સૌથી પ્રથમ આપવામાં આવ્યું છે.
પ્રથમ ઉદ્દેશક
- વિવેક
અહિંસાના વ્યવહારુ પ્રાગમાં વિવેકની અનિવાર્ય અગત્ય છે. જ્યાં સદવિચાર કે વિવેકબુદ્ધિ નથી, ત્યાં થતી ક્રિયા અવશ્ય કર્મસમારંભજનક હેય છે. એથી વિવેકનું પૂર્વ અને પશ્ચિાત રૂપ વર્ણવતા–
1 - ગુરુવલ્યા' [૧] હે આયુષ્યના શ્રમણ ભગવાન મહાવીરે જે કહેલું તે મેં સાંભળેલું અને તે આ પ્રમાણે છે.” એવી રીતે પિતાના શિષ્ય શ્રી જંબૂસ્વામીને ઉદ્દેશીને શ્રી સુધસ્વામીએ કહ્યું.
* * આત્મવિચાર " [૨] જ આ જગતમાં કેટલાક એવા જીવાત્માઓ પણ હોય છે કે