________________
સૂમ અહિંસા | ગુરુદેવે કહ્યું-આત્માથી શિષ્ય ! જેમ કોઈ જન્મથી જ અંધ, બધિર હેાય તે માણસના કોઈ પગ, ઘૂંટણ, જાધ, ઢીંચણ, સાથળ, કેડ, નાભિ, ઉદર, પાંસળી, પૂઠ, છાતી, હૃદય, સ્તન, ખંભા, ભુજ, હાથ, આંગળી, નખ, ડેક, દાઢી, હેઠ, દાંત, જીભ, તાળવું, લમણા, કપાળ, કાન, નાસિકા, આંખ, ભમર, મસ્તક વગેરેને કોઈ (ભાલા વગેરેથી) છે, ભેદે, મારે કે કષ્ટ ઉપજાવે તો તે કહી ભલે ન શકે છતાંય અવ્યક્ત વેદના તેને અવશ્ય થાય. તે જ રીતે જે જીવોને દુખ વ્યક્ત કરવાનું સાધન નથી તેને પણ દુઃખ તે થાય છે જ.
નોંધ –હિંસાથી પરજીવોને જે પીડા થાય છે તે ઘણયે વાર દેખાતી નથી, અથવા જેવાય છે તે તેની દરકાર ભાગ્યે જ થાય છે. છતાં હિંસકભાવનાની અપેક્ષાએ તે હિંસા કરનારની વૃત્તિનું પતન તે જરૂર
થાય જ છે. '
[૭] જે હિંસકવૃત્તિવાળા છવો હોય છે તેમને પિતે હિંસાનો પ્રયોગ કરતા હોવા છતાં પણ હિંસકક્રિયાઓનું ભાન રહેતું નથી (પરંતુ આરંભનું પાપ તેને અવશ્ય લાગે છે). પરંતુ જે પુરુષો હિંસકવૃત્તિથી નિવૃત્ત થયેલા હોય છે તે સૂક્ષમ કે સ્થૂળ શસ્ત્રનો પ્રયોગ કરતા નથી અને તેઓ હિંસાના પરિણામને જાણી તેનો વિવેક કરી શકે છે તેથી તેને નિબિડરૂપે આરંભનું પાપ લાગતું નથી).
નોંધ:--જે વૃત્તિની મન પર અસર વિશેષ રહેતી હોય તે વૃત્તિ પછી ટેવરૂપે થઈ જાય છે. અને તે ટેવરૂપે થઈ ગયા પછી મનુષ્ય હમેશાં એમાં જ વલખાં મારે છે. અને આ રીતે એથી વિવેકનો નાશ અને અનર્થની પરંપરા નોતરાતી જાય છે.
[૮] આ માટે આ બધું જાણીને શાણે સાધક પૃથ્વીશસ્ત્રનો. (પૃથ્વીકાયની હિંસાનો) પોતે પ્રયોગ ન કરે, અન્યધારા ન કરાવે અને કરનારને અનુમોદન પણ ન આપે. .