________________
વિવેક
નોંધ –અહીં રસૂત્રકારે સમસ્ત લોકમાં થતી ક્રિયાઓ સાથે વિવેકને સંબંધ બતાવી એ સમજાવ્યું છે કે ગૃહસ્થ કે ત્યાગી કઈ પણ સાધક કેઈ પણ ક્રિયામાં સહજ પણ વિવેક ન ચૂકે. વિવેક ચુકા એટલે એ ક્રિયા ગમે તેટલી ઉચ્ચ કોટિની હોય તો હિંસા થઈ ચૂકી સમજવી. આથી એમ ફલિત થયું કે વ્યવહારમાં કે ધર્મમાં, કોઈ પણ શુભ ક્રિયાને નામે કે અન્યના પપકાર તેમજ દેવની ઉપાસના કે ગુરુની ભક્તિના બહાને પણ સૂક્ષ્મ હિંસાયે ક્ષમ્ય નથી. હિંસા કેઈ પણ નિમિત્તરૂપે થતી હોય, પણ હિંસા એ હિંસા જ છે અને તે અધર્મ છે. તેથી કઈ પણ ધર્મક્રિયામાં અધર્મને સ્થાન ન હોવું ઘટે. તોયે સૂત્રકાર કહે છે કે ધર્મને નામે પણ લોકો અધમ કરતા હોય છે અને અમે ધમ કરીએ છીએ એમ માનતા હોય છે. આનું કારણ સાચા વિચારની ખામી અને અંધ અનુકરણથી ટેવાયેલી વૃત્તિ જ છે.
[૯] આ સંસારમાં પૂર્વોક્ત બધા કર્મસમારંભે ક્રિયાઓ)ને જે જ્ઞ પરિણાથી જાણી પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ (વિવેકપૂર્વક સમજી અને વિવેકપૂર્વક ત્યાગ) કરે છે તે જ પરિશ્નાતક ( વિવેજ્યુક્ત સંયમી) મુનિ ગણાય છે. "
ઉપસંહાર હું કાણ? ક્યાંથી આવ્યો ? અહીં આવવાનું શું પ્રજન? એ સદ્દવિચારનાં પૂર્વચિહ્યો છે. વિચાર પછી યોગ્યતા જાગે છે. યોગ્યતા એટલે વિકાસની જિજ્ઞાસા. ધર્મ એ વિકાસનું અવલંબન છે. અહિંસા એ ધર્મનું મુખ્ય અંગ છે, અને તે વિવેકદ્વારા સુસાધ્ય છે. સંયમ પણ વિવેકપૂર્વક પાળવાથી અથાર્થ મળી શકે છે અથવા કહે કે સત્યાસત્યનું જ્ઞાન થયા પછી જ વૈરાગ્ય, સંચમ તથા ત્યાગાદિની આરાધના થાચ છે. સારાંશ કે વિવેક એ અપૂર્વ વસ્તુ છે. આથી સૌથી પ્રથમ સૌ કોઈ જીવાત્માઓને એની આરાધના ઈષ્ટ થાઓ.'
- એમ કહું છું શસ્ત્રપરિણાઅધ્યયનને પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થયે.