________________
એ છે કે, પૂજ્યપાદ તથા અકલંક દ્વારા દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનને નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં પણ દશવૈકાલિક ઉપર તે દિગંબર પક્ષના મનાતા અપરાજિત આચાર્યો ટીકા પણ લખી હતી. તેમણે જ ભગવતી-આરાધના ઉપર પણ ટીકા લખી છે. આ સ્થિતિમાં આખી દિગંબર પરંપરામાંથી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનો પ્રચાર કેમ કરીને નીકળી ગયું ? તેમાંય વળી જયારે આપણે જોઈએ છીએ કે, મૂલાચાર, ભગવતી-આરાધના જેવા અનેક ગ્રંથ કે જે વસ્ત્ર આદિ ઉપધિનું પણ મુનિના સંબંધનાં નિરૂપણ કરે છે અને જેમાં આર્થિકાઓના માર્ગનું પણ નિરૂપણ છે, તેમ જ જે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની અપેક્ષાએ મુનિ-આચારનું કઈ પ્રકારે ઉત્કટ પ્રતિપાદન નથી કરતા, તે ગ્રંથે તો આખી દિગંબરપરંપરામાં એકસરખા માન્ય છે, અને તેમના ઉપર કેટલાય પ્રસિદ્ધ દિગંબર વિદ્વાનોએ સંસ્કૃતમાં તથા ભાષામાં ટીકાઓ પણ લખી છે, ત્યારે તો આપણે ઉપર્યુક્ત પ્રશ્ન વળી વધુ બલવાન બની જાય છે. મૂલાચાર તથા ભગવતીઆરાધના જેવા ગ્રંથને શ્રુતમાં સ્થાન આપનારી દિગંબરપરંપરા દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનને કેમ નથી માનતી ? અથવા બીજી રીતે કહીએ તે દશવૈકાલિક આદિને છોડી દેનારી દિગંબરપરંપરા મૂલાચાર આદિને કેવી રીતે માની શકે છે? આ અસંગતિ સૂચક પ્રશ્નનો જવાબ સરલ પણ છે, અને કઠણ પણ. આપણે ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ તે તે સરલ છે, અને કેવલ પંથદષ્ટિથી વિચાર કરીએ ત્યારે કઠણ છે. ૧. જુઓ “અનેકાંત', વર્ષ ૨, અંક ૧, પૃ. ૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org