________________
૧૮૦
તત્ત્વાર્થસૂત્ર ઓછીઓછી થતી જાય છે. સાનકુમાર આદિ દેવે જેમની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ હોય છે, તે અધોભાગમાં સાતમા નરક સુધી અને તીરછા ભાગમાં અસંખ્યાત હજાર કેડાર્કડિ જન પર્યત જવાનું સામર્થ્ય રાખે છે, એમની પછીના દેવને ગતિવિષય ઘટતાંઘટતાં એટલે બધા ઘટી જાય છે કે ઉપરના દેવ વધારેમાં વધારે ત્રીજા નરક સુધી જ જઈ શકે છે. શક્તિ ગમે તેટલી હોય તે પણ કઈ દેવ નીચેના ભાગમાં ત્રીજા નરકથી આગળ ગયો નથી અને જશે નહિ.
૨. શારીરનું રિમાળ : એ અનુક્રમે પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથનું; ત્રીજા-ચોથા સ્વર્ગમાં છ હાથનું; પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથનું; સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથનું; નવમાથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ હાથનું; નવ રૈવેયકમાં બે હાથનું અને અનુત્તર વિમાનમાં એક હાથનું હોય છે.
૩. પરિપ્રદઃ પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ વિમાન, બીજામાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજામાં બાર લાખ, ચેથામાં આઠ લાખ, પાંચમામાં ચાર લાખ, છકામાં પચાસ હજાર, સાતમામાં ચાળીસ હજાર, આઠમામાં છ હજાર, નવમાંથી બારમા સુધી સાતસે, અધવતી ત્રણ રૈવેયકમાં એક સે. અગિયાર, મધ્યમ ત્રણ સૈવેયકમાં એક સાત, ઊર્ધ્વ ત્રણ રૈવેયકમાં સો અને અનુત્તરમાં પાંચ જ વિમાનને પરિગ્રહ છે.
૪. ગમિનાનઃ એનો અર્થ અહંકાર છે. સ્થાન, પરિવાર, શક્તિ, વિષય, વિભૂતિ, સ્થિતિ આદિમાં અભિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org