________________
૩૦૦
તત્ત્વાર્થ સૂત્ર
રાગ, દ્વેષ આદિને ત્યાગ ઉપદેશવાને હાય ત્યારે તેથી થતી પ્રવૃત્તિ સમજાવીને જ તે પ્રવૃત્તિઓ અને તેના પ્રેરક રાગદ્વેષાદિ ત્યાગ કરવાનું કહી શકાય. સ્થૂળ દૃષ્ટિવાળા લેાકેા માટે બીજો ક્રમ શકય નથી. રાગદ્વેષથી થતી અસ ંખ્ય પ્રવૃતિઓ પૈકી હિંસા, અસત્ય આદિ મુખ્ય છે. અને તે જ પ્રવૃત્તિઓ મુખ્યપણે આધ્યાત્મિક કે લૌકિક જીવનને કાતરી ખાય છે; તેથી હિંસા વગેરે પ્રવૃત્તિઓને પાંચ વિભાગમાં ગઢવી પાંચ દોષ વર્ણવવામાં આવ્યા છે. દોષની આ સંખ્યામાં વખતે વખતે અને દેશભેદે ફેરફાર થતા રહ્યો છે અને થતા રહેવાને; છતાં સંખ્યાના અને સ્થૂલ નામના મેહમાં પડયા વિના એટલું જ મુખ્યપણે સમજી લેવુ' જોઈ એ કે તે દ્વારા રાગ, દ્વેષ અને માહરૂપ દોષને ત્યાગ જ કરવાનું સૂચન કરાયેલું છે. આ જ કારણને લીધે હિંસા આદિ પાંચ ષોમાં કયા દોષ પ્રધાન કે કયા ગૌણ, કયા પહેલાં ત્યાગ કરવા લાયક છે કે કયા પછી ત્યાગ કરવા લાયક છે એ સવાલ જ નથી રહેતા. હિ‘સાદાષની વિશાળ વ્યાખ્યામાં બાકીના બધા દોષો સમાઈ જાય. આ જ કારણને લીધે અહિંસાને મુખ્ય ધર્મ માનનાર, હિંસાદોષમાં અસત્યાદિ બધા દોષોને સમાવી માત્ર હિંસાના જ ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે; અને સત્યને પરમ ધર્મ માનનાર, અસત્યમાં બાકીના બધા દેષા ટાવી માત્ર અસત્યના ત્યાગમાં બધા દોષોને ત્યાગ જુએ છે. એ રીતે સંતેાષ, બ્રહ્મચર્ય આદિને મુખ્ય ધર્મ માનનાર પણ કરે છે. [૧૨]
હવે ખરા વ્રતી બનવાની પ્રાથમિક લાયકાત કહે છે : નિઃશો વ્રતી ।।
Jain Education International
For Private & Personal Use Only
Prayo
www.jainelibrary.org