________________
ગ્ય વસ્તુઓનું ઉભય પક્ષને લાભ થાય એવી રીતે શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્રને દાન કરવું, તે “અતિથિસંવિભાગવત.”
કષાયને અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણે ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે “સંખના.” આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરને અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક લેખના' કહેવાય છે. એવું લેખનાગ્રત ગૃહસ્થ પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે.
પ્ર–સલેખનાવ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે, એ તે આત્મવધ થયો અને આત્મવધ એ સ્વહિંસા જ છે, તે પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે યોગ્ય ગણાય?
ઉ–દેખીતું દુઃખ હોય કે દેખીતે પ્રાણનાશ હોય તેટલા માત્રથી તે હિંસાની કટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મેહની વૃત્તિથી ઘડાય છે, સલેખનાગ્રતમાં પ્રાણને નાશ છે ખરો, પણ તે રાગ, દ્વેષ કે મોહથી ન થતો હોવાને લીધે હિંસાકટિમાં આવતો નથી; ઊલટું નિર્મોહપણું અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે, તેથી તે હિંસા નહિ પણ શુભ ધ્યાન કે શુદ્ધ ધ્યાનની કટિમાં મૂકવા લાયક હોઈ ત્યાગધર્મમાં સ્થાન પામ્યું છે. - પ્ર–કમળપૂજા, ભૈરવજપ, જળસમાધિ વગેરે અનેક રીતે જૈનેતર પથમાં પ્રાણનાશ કરવાની અને તેને ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org