________________
તાવાર્થસૂત્ર જીવ કર્મથી છૂટો કે તુરત જ ગતિ કરે છે, સ્થિર રહેતો નથી. ગતિ પણ ઊંચી અને તે પણ લેકના અંત સુધી જ, ત્યારપછી નહિ, આવી શાસ્ત્રીય માન્યતા છે. એમાં પ્રશ્ન થાય છે કે, કર્મ કે શરીર આદિ પૌલિક પદાર્થોની મદદ વિના અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે ? અને કરે તે ઊર્ધ્વગતિ જ કેમ, અધોગતિ કે તીરછી ગતિ કેમ નહિ ? આ પ્રશ્નોને ઉત્તર અહીં આપવામાં આવ્યો છે.
છવદ્રવ્ય એ સ્વભાવથી જ પુલિદ્રવ્યની પેઠે ગતિશીલ છે. બંનેમાં તફાવત એટલે જ છે કે પુદ્ગલ સ્વભાવથી અધોગતિશીલ અને જીવ સ્વભાવથી ઊર્ધ્વગતિશીલ છે. જીવ ગતિ ન કરે અથવા નીચી યા તીરછી દિશામાં ગતિ કરે છે તે તે અન્ય પ્રતિબંધક દ્રવ્યના સંગને લીધે યા બંધનને લીધે એમ સમજવું. એવું દ્રવ્ય તે કર્મ. જ્યારે કર્મને સંગ છૂટો અને તેનું બંધન તૂટયું ત્યારે કઈ પ્રતિબંધક તો નથી જ રહેતું એટલે મુક્ત જીવને પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરવાનો પ્રસંગ આવે જ છે. આ પ્રસંગે પૂર્વપ્રયાગ નિમિત્ત બને છે એટલે એ નિમિત્તથી મુક્ત જીવ ઊર્ધ્વગતિ કરે છે. પૂર્વપ્રયાગ એટલે પૂર્વબદ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલે વેગઆવેશ. જેમ કુંભારે લાકડીથી ફેરવેલે ચાક લાકડી અને હાથ ઉઠાવી લીધા પછી પણ પ્રથમ મળેલ વેગને બળે વેગના પ્રમાણમાં ફર્યા કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાના સ્વભાવ પ્રમાણે ઊર્ધ્વગતિ કરે જ છે. એની ઊર્ધ્વગતિ લેકના અંતથી આગળ નથી ચાલતી. તેનું કારણ ત્યાં ધર્માસ્તિકાયને અભાવ એ જ છે. પ્રતિબંધક કર્મેદ્રવ્ય ખસી જવાથી જીવની ઊર્ધ્વગતિ કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org