________________
૪૩૬
તત્વાર્થસૂત્ર
કરવી જ પડશે.
શુકલ ધ્યાનના છેલ્લા બે ભેદને એ આધારે ધ્યાનની સંજ્ઞા આપવામાં આવી છે કે એનાથી કર્મોને ક્ષય થાય છે.” એ માન્યતા સર્વથા સંદેહપૂર્ણ છે કેમકે જૈન સંમત ધ્યાનમાં આર્ત અને રદ્ર ધ્યાનને સમાવેશ કરવામાં આવ્યું છે. કે જેનાથી અશુભ કર્મોને આસવ થાય છે. એટલે “ઉપચારની પૂજ્યપાદની માન્યતાને કોઈ અવકાશ નથી. સંભવત: મોક્ષ સાથે સંકળાયેલ હોવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન ક્રિયાને ધ્યાન માની લેવામાં આવ્યા છે. કેમકે મોટા ભાગના ધાર્મિક સંપ્રદાયમાં મોક્ષની પ્રાપ્તિ ધ્યાન અથવા સમાધિ દ્વારા માનવામાં આવી છે. વસ્તુતઃ સૂક્ષ્મ-ક્રિયા ફક્ત સૂક્ષ્મ કાય–ગપૂર્વક હેવાને કારણે સોગ-કેવળી અને ત્રણ પ્રકારના
ગથી રહિત હોવાથી અગ કેવળીના ધ્યાન રૂપ બનતી નથી. ગમે તેમ પણ ઉપચારની વાત અસિદ્ધ થઈ જવાથી સૂક્ષ્મ-ક્રિયા અને સમુચ્છિન્ન-ક્રિયાનું ઉદાહરણ પ્રસ્તુત કરવાનું ટીકાકારનું પ્રયજન સાર્થક બનતું નથી. એટલે દિગંબર ટીકાકારોની પરીષહ અંગેની આ માન્યતા યુક્તિસંગત નથી.
ઉપર્યુક્ત કથનથી એમ જણાય છે કે મેહનીય કર્મોને અભાવ હોવાને કારણે જિનમાં ભાવ-વેદનીય કર્મો હતાં નથી. મોહનીય કર્મ અને વેદનીય કર્મ એ બે જુદા જ કર્મભેદો છે અને તેઓની પિતપોતાની આગવી વિશેષતાઓ છે. એટલે એના સ્વરૂપ અને કાર્યને સેળભેળ કરી શકાય નહીં. અન્યથા કાર્મિક ભેદોમાં ગોટાળો થઈ જશે. જે ઉપર્યુક્ત કથનને સ્વીકારી લેવામાં આવે તે આ જ દલીલ અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org