________________
૩૮
કરવાથસૂત્ર છેલ્લાં બે ઉદાહરણે જેમાં બને પરંપરાઓના સૈદ્ધાંતિક મતભેદોને સમાવેશ કરવામાં આવ્યો છે તે ચર્ચાસ્પદ મૂળપાઠની યથાર્થતાની સિદ્ધિને કારણે મહત્વપૂર્ણ છે. કેવળ એ સૂત્રોની છણાવટ કરવાથી આ સમસ્યા હલ કરી શકાય નહી. ટીકાઓમાં એને હલ કરવાની ચાવી છુપાયેલી છે એટલે એને સુસ્પષ્ટ કરવાનું અત્યંત આવશ્યક છે. આ પ્રકારના અન્ય ઉદાહરણે હોવાની પણ સંભાવના છે. તો પણ મતભેદનાં આ ઉદાહરણો તથા શ્વેતાંબર પાઠમાં સૂત્ર ૫ : (૨૯) અર્થાત્ સત્ વ્ય-ઝક્ષમ્ ના વિલેપનથી એ પ્રમાણિત થાય થાય છે કે શ્વેતાંબર પાઠ મૂળ છે. અને દિગંબર પાઠ એમાંથી વ્યુત્પન્ન થયેલ છે. આ ઉપરાંત, સૂત્રકારની ચ મ્ શબદ દ્વારા આગળના ઉપદાત્મક સૂત્ર લખવાની રૂઢિગત શૈલી તથા “સ” સર્વનામ દ્વારા હંમેશાં નવા સૂત્રને પ્રારંભ કરવાની પદ્ધતિ જેવા કેટલાક ગૌણ પ્રમાણે પણ પ્રસ્તુત કથનની પુષ્ટિ કરે છે. ત્યારે તત્ત્વાર્થ સૂત્રના ત્રીજા અધ્યાયના સંશોધન અંગેનો પ્રશ્ન કે “આ સામગ્રી ભાગ્ય અને જબુદીપ સમાસમાંથી દિગંબર સંસ્કરણમાં લેવામાં આવી છે અથવા દિગંબર સંરકરણમાંથી ભાગ્ય અને જબુદીપ સમાસમાં લેવામાં આવી છે તે સ્વયં હલ થઈ જાય છે.
–સુજુકે આહિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org