________________
તરવાથસૂત્રને મૂળપાઠ પ્રથમ વિભાગનાં સૂત્રો ગૌણ સ્વરૂપનાં છે. એટલે એનું વિલેપન થવાથી ગ્રંથના મુખ્ય અર્થ–સંદર્ભમાં કેઈ ન્યૂનતા આવતી નથી. બીજા વિભાગમાં સર્વ દિગંબર અને ભાગ્યમાં ઉપલબ્ધ થાય છે. એટલે સુધી કે કેટલાક તે શબ્દશઃ સમાન છે. ભાવનાઓના વિશ્લેષણ પૂર્વે સૂત્ર ૭. ૩ (૩) માં આ પ્રમાણે ઉલ્લેખ છેઃ તસ્વૈચાઈ માવના જ વા પદાર્થોના ઉપભેદોની ગણતરી વખતે લેખક થથાનમ્ શબ્દ પ્રયોગ કરે છે જેને અર્થ એ થાય છે કે પૂર્વોક્તક્રમ અનુસાર વર્ણન કરવું.” સૂત્ર ૭:૩ (૩) માં “યથાશ્રમ” શબ્દ નથી એટલે અને ભાવનાઓ અંગેહવે કાંઈ વિવેચન કરવાનું અપેક્ષિત નથી. એમ સમજવાનું છે. એનાથી તે સૂચવાય છે કે દિગંબર સૂત્ર ૭. (૩) મૂળ રૂપનું નથી. એવી જ સ્થિતિ પૂર્વોક્ત સૂત્ર ૩. (૨) ની છે કે જેમાં નરકેની ગણતરીમાં આગળ કાંઈ વિવેચન કરવામાં આવ્યું નથી.
ત્રીજા વર્ગના દિગંબર સૂત્રમાં ૩. (૧૨-૩૨) અર્થાત ત્રીજા અધ્યાયના ૩૯ સૂત્રોમાંથી ૨૧ સૂત્રો શ્વેતાંબર પાઠમાં અનુપલબ્ધ છે. એમાંથી ત્રણ સૂત્ર અર્થાત્ ૩. (૨૪-૨૫, - ૨૭), ૩. ૧૧ અને ૪. ૧૫ના ભાગમાં ઉપલબ્ધ થાય છે. જે કે એમાં શબ્દશ: સામ્ય નથી. અત્રે વિલુપ્ત થયેલા સૂત્રોની સંખ્યા પ્રમાણમાં મોટી છે એટલે શ્વેતામ્બર પાઠમાં જંબુદ્વીપનું વર્ણન ઊર્વકની અપેક્ષાએ અતિ સંક્ષિપ્ત છે. આ વધારાનાં સૂત્રોમાં નિમ્નત વસ્તુઓને સમાવેશ કરવામાં આવ્યો છે. ૧. જંબુકીપનું વર્ણન-એમાં પર્વત, સરવરે, નદીઓ
અને ક્ષેત્ર-વિસ્તાર (૧૨-૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org