________________
જર
તરવાર ૨. વિભિન્ન ક્ષેત્રોમાં ઉત્સર્પિણી અને અવસર્પિણના
આરામાં વૃદ્ધિ અને હાલ તથા મનુષ્યનું આયુષ્ય " (૨૭-૩૧) ૩. ભરત ક્ષેત્રને વિસ્તાર-જંબુદીપને એકસો નેવું
ભાગ (૩૨).
આમાંથી પ્રથમ વિભાગના સૂત્રોમાંથી જંબુદીપની ભૌગોલિક રચના અંગે ચોક્કસ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે કે જેની વેતાંબર પાઠમાં ક્ષેત્રો અને પર્વત દ્વારા માત્ર રૂપરેખા જ આપવામાં આવી છે. બીજા અને ત્રીજા વિભાગનાં સૂત્રો વધુ મહત્ત્વનાં છે. એમાંથી વિશેષ મહત્ત્વપૂર્ણ સર્વ સૂત્રો ભાગ્યમાં ઉપલબ્ધ થાય છે. સમગ્રપણે વિકતાં આ સૂત્રોનું અધિક મહત્ત્વ છે. કેમકે પશ્ચિમી પરંપરાની હસ્તપ્રત માં આ અધ્યાયમાં શકય હોય તેટલા વધુમાં વધુ આ દિગંબર સૂત્રોને સમાવેશ થયેલ છે. “જબુદ્વીપસમાસ' નામના એક અન્ય પ્રકરણ ગ્રંથમાં કે જેના કર્તા ઉમાસ્વાતિ માનવામાં આવે છે, છ ક્ષેત્રો અને છ પર્વતનું વર્ણન ક્રમબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. એમાં મધ્યના કુરુ અને વિદેહના ચાર ક્ષત્રોને બાકાત રાખવામાં આવ્યા છે, કે જેનું વર્ણન બીજા આહનિકમાં કરવામાં આવ્યું છે. એમાં હિમવાન પર્વતના વર્ણનમાં એના રંગની ચર્ચા કરવામાં આવી છે. [સરખાસૂત્ર ૩: (૧૨)] આ પછી એના પર આવેલ તળાવનું નામ, [ સરખાવો - સૂત્ર (૧૪). એના વિસ્તાર, (સરખા સૂત્ર (૧૫–૧૬), એની મધ્યમાં આવેલ એક યેાજન પુષ્કર, (સરખા – સૂત્ર (૧૭) એમાં નિવાસ કરનારી દેવીનું નામ (સરખા - સૂત્ર (૧૯)[ એમાં વહેતી બે નદીઓનાં નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org