________________
અ૪
તત્વાર્થસૂત્ર
૩૯ માં સત-નિત્ય અંગે જે વ્યાખ્યા છે તે અણુ–કંધના ઉત્પાદ અને ચાક્ષુષત્વને અનુલક્ષીને છે. અર્થાત તે પુગલના માળખાના અન્તર્ગત છે. નહીં કે દ્રવ્યના સ્વરૂપ સંબંધે સતના સ્વરૂપના વિષયમાં. જો તે પ્રકારના સતનું સ્વરૂપ સૂત્રકારને અભીષ્ટ હત તે દ્રવ્યના વિષયમાં પંચાસ્તિકાય અંગે ઉપસ્થિત કરવામાં આવ્યો છે એવો પ્રશ્ન ઉપસ્થિત કરી શકાય પણ અત્રે એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે સદ્ દ્રવ્યરક્ષણમ્ સૂત્ર પ્રસ્તુત સંદર્ભમાં ઉપયુક્ત પ્રતીત થતું નથી. એટલે આમ તે પાછળથી ઉમેરવામાં આવેલ છે. આ દિગંબર સૂત્ર એટલું મહત્ત્વ ધરાવે છે કે તેનું વિલેપન થવું શક્ય નથી. અને તે મૂળસુત્ર શ્વેતાંબર સંસ્કરણમાં ઉલ્લિખિત નથી તેવા પ્રકારનું વિપરીત અનુમાન પણ શકય નથી. આ પરથી એ સિદ્ધ થાય છે કે સૂત્ર ૫ (૨૯) તત્વાર્થ સૂત્રના મૂળપાઠની અન્તર્ગત છે. ' ઉપર “વિલોપન અને વૃદ્ધિ'ના ઉપક્રમે જે ચાર વિભાગ અંગે વિચારણા કરવામાં આવી છે એમાં દિગંબર પાઠ, પહેલા વિભાગના સૂત્ર પઃ ૪૨-૪૪ દેષપૂર્ણ પરિણામને દૂર કરીને, બીજા વિભાગના સૂત્ર ૭: ૩ની અગત્યની ભાવનાઓની વૃદ્ધિ કરીને અને ત્રીજા તથા ચેથા વિભાગમાં સૂત્ર ૩: (૧૨-૧૩) અને ૫ (૨૯) ની પૂર્તિ કરીને શ્વેતાંબર પાઠમાં સુધારણા રજૂ કરે છે તે સર્વ મૂલ્યવાન છે. પણ શ્વેતાંબર સંસ્કરણની પ્રમાણભૂતતાને પુષ્ટ કરી શકે એવું નિર્ણાયક સૂત્ર તે માત્ર ચોથા વિભાગનું સૂત્ર ૫ઃ ૨૯ જ આપી શકે તેમ છે. આમાં સૂત્રકાર દ્વારા બીજા વિભાગના સૂત્ર ૭: ૩ (૩) માં સૂત્ર ૭: (૪–૮)ના અન્વયે જે ગૌણ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org