________________
તત્વાર્થસૂત્રને મૂળપાઠ
૪૨૧ (સરખાવો) ૨૦] અને એની દિશાઓનું વર્ણન સરખો સૂત્ર (૨૧–૨૨) મળે છે. પ્રત્યેક વર્ષધર પર્વતના વર્ણનમાં એના રંગ તેમ જ એનાં સરેવ, દેવીઓ અને નદીઓના નામ તથા નદીઓની દિશાઓને નિર્દેશ છે. તત્ત્વાર્થસૂત્રમાં શિખરી પર્વતને હેમ રંગને કહેવામાં આવ્યું છે. જ્યારે જંબુદ્વીપસમાસમાં એને તપનીય રંગને કહેવામાં આવ્યો છે. સૂત્ર ૩ઃ (૧૬) ચોથા આનિકમાં પણ છે-વાપીવુe-ફૂવા ટ્રાવ , એ પ્રમાણે સૂત્ર ૩. (૨૬) અને (૩૨) પણ આ આનિકમાં छे-मेरूत्तरासु विपर्यायः तथा रूपादिद्विगुण-राशिगुणो द्वीप-व्यासो नवति-शत-विभक्तो मरतादिषु विष्कम्भः ।
ઉપર્યુક્ત વિશ્લેષણ પરથી એ પ્રતીત થાય છે કે દિગંબર સૂત્રો ૩. (૧૨-૩ર) ની રચના ભાષ્ય અને જંબુકીપસમાસના આધાર પર કરવામાં આવી છે. તાર્કિક રીતે આનાથી વિપરીત દલીલ કરી શકાય કે ભાષ્ય અને જંબુદ્વીપસમાસની રચના દિગંબર પાઠના આધાર પર કરવામાં આવી છે. શ્વેતાંબર પાઠના ૧-૩ વિભાગનાં સૂત્રોના વિલેપનના આધાર પર અત્યાર સુધી જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે એ પરથી એ પ્રમાણિત થાય છે કે તાંબર પાઠ મૂળ રૂપને છે. કેમકે સૂત્ર-શૈલીમાં થથાનમ્ શબ્દને પ્રયોગ ઉપલબ્ધ થાય છે. પણ આ એક ગૌણ બાબત ઉપરથી સમગ્રપણે કાંઈ પ્રતિપાદિત કરી શકાય નહીં. સામાન્ય રીતે એમ કહી શકાય કે શબ્દો તથા સૂત્રોનું વિલેપન યા વૃદ્ધિ દ્વારા કોઈ પણ એક પાઠની પ્રામાણિકતા ચોકકસપણે સિદ્ધ થતી નથી, જેથી એમ કહી શકાય, કે એક પાઠ બીજા પાઠ પર આધારિત છે. આમ અત્યાર સુધીને આપણે લક્ષ્ય સાધવાને પ્રયાસ અસફળ રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org