________________
તત્વાર્થસૂત્ર
એવું સામાન્ય પદ સાંપ્રત, સમભિરૂઢ, અને એવંભૂત એ ત્રણ ભેદોને આવરે છે; પરંતુ ચાલુ બધી પરંપરાઓમાં સાંપ્રત નામના પહેલા ભેદમાં જ શબ્દનય એ સામાન્ય પદ રૂઢ થઈ ગયું છે અને સાંપ્રતની પદનું સ્થાન “શબ્દનય” પદે લીધું છે. તેથી અહીં સાંપ્રતનયની સામાન્ય વ્યાખ્યા ન આપતાં આગળની વિશેષ સમજૂતીમાં રન પદને જ વ્યવહાર કર્યો છે. અને તેની જે સમજૂતી આપી છે, તે જ ભાષ્યકથિત સાંપ્રતનયની સમજૂતી સમજવી ઘટે છે.
પાન ૨૪ [લીટી ૮ ]: અગુરુલઘુ શબ્દ જૈન પરંપરામાં ત્રણ સ્થળે જુદા જુદા અર્થોમાં વપરાય છે :
(૧) આત્માના જ્ઞાન, દર્શન આદિ જે આઠ ગુણો આઠ કર્મથી આવાયે– આવરણ યોગ્ય–મનાયા છે, તેમાં એક અગુરુલઘુત્વ નામે આત્મગુણ છે, જે ગોત્રકર્મથી આવાર્ય છે. ગોત્રકર્મનું કાર્ય જીવનમાં ઉચ્ચનીચ ભાવ આપવાનું છે. જન્મથી, જાતિકુળથી, દેશથી, રૂપરંગથી અને બીજા અનેક નિમિત્તોથી લેકવ્યવહારમાં જીવો ઉચ્ચ કે નીચ વ્યવહારાય છે. પણ આત્માઓ સમાન છે, કેઈ નથી ચડતો કે કઈ નથી ઊતરતે. આ રીતે શક્તિ અને યોગ્યતામૂલક જે સામ્ય છે તે સામ્યને ટકાવી રાખનાર જે સહજ ગુણ કે શક્તિ તે અગુરુલઘુત્વ.
(૨) અગુરુલઘુ નામ એ પ્રકારનું એક કર્મ છે જે છઠ્ઠા નામકર્મના પ્રકારમાં આવે છે તેનું કૃત્ય આગળ ઉપર [પા. ૩૩૫] નામકર્મની ચર્ચા પ્રસંગે દર્શાવેલું છે તે ત્યાંથી જોઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org