________________
૩૯૯
તત્વાર્થસૂત્ર નામાંથી સિદ્ધ થાય છે. આ તે ભૂતદષ્ટિએ કહ્યું. વર્તમાનદૃષ્ટિએ કહેવું હોય તે, જે અવગાહનામાંથી સિદ્ધ થયે હોય, તેની જ બે તૃતીયાંશ અવગાહના કહેવી. - અન્તર (વ્યવધાન) : કોઈ એક સિદ્ધ થયા પછી લાગલા જ જ્યારે બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે. જ્યારે કેઈની સિદ્ધિ પછી અમુક વખત ગયા બાદ જ સિદ્ધ થાય, ત્યારે તે સાંતરસિદ્ધ કહેવાય છે. બંને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે.
પંડ્યાઃ એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસે આઠ સિદ્ધ થાય છે.
કલ્પવદુત્વ (ઓછા વધતાપણું): ક્ષેત્ર આદિ જે અગિયાર બાબતો લઈ ઉપર વિચાર કરવામાં આવ્યું છે, તે દરેક બાબતમાં સંભવતા ભેદોનું અંદર અંદર ઓછાવધતાપણું વિચારવું તે અ૫હત્વવિચારણા. જેમકે ક્ષેત્રસિદ્ધમાં સંહરસિદ્ધ કરતાં જન્મસિદ્ધ સંખ્યાતગુણ હોય છે. તેમજ ઊáલેકસિદ્ધ સૌથી થોડા હોય છે. અલેકસિદ્ધ તેથી સંખ્યાતગણ અને તિર્યશ્લેકસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી થોડા હોય છે અને પસિદ્ધ તેથી સંખ્યાતગુણ હોય છે. આ રીતે કાલ આદિ દરેક બાબત લઈ અલ્પબહુત્વને વિચાર કરવામાં આવ્યો છે, જે વિશેષાથીએ મૂળ ગ્રંથમાંથી જાણું લે. [૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org